Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વિશ્વાસ અંધકારમાં પ્રકાશને અનુભવીને ગીતો ગાય એ પક્ષી

કવિવર ટાગોરની પંકિતથી સીતારમણે ભાષણ શરૂ કર્યું : ઇતિહાસમાં આ પળ એક નવા યુગની સવાર, જેમાં દેશને આશાની ભૂમિ બનાવવા તરફ અગ્રેસર છે : નાણાં મંત્રી નિર્મલા સીતારામણ

નવી દિલ્હી, તા. : કોરોના વાયરસની મહામારી વચ્ચે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશનું પહેલું પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટના ભાષણની શરુઆત નોબેલ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર અને કવિ રવીન્દ્રનાથ ટાગોરની એક લાઈનથી કર્યો છે. સીતારમણે કોવિડ મહામારીથી ભારતની લડાઈનો ઉલ્લેખ કરીને કહ્યું, હું રવિન્દ્રનાથ ટાગોરની એક લાઈનનો ઉલ્લેખ કરવા માગું છું, જેમણે કહ્યું હતું કે, Faith is the bird that feels the light and sings when the dawn is still dark. એટલે કે (વિશ્વાસ પક્ષીનું નામ છે જે પરોઢના અંધારામાં પ્રકાશ અનુભવી લે છે અને ગીતો ગાય છે) સીતારમણે કહ્યું કે ઇતિહાસમાં પળ એક નવા યુગની સવાર છે, જેમાં ભારતને આશાની ભૂમિ બનાવવા તરફ અગ્રેસર છે.

સીતારમણે ભાષણની શરુઆતમાં કહ્યું, બજેટ એવી પરિસ્થિતિઓમાં તૈયાર કરાયું છે કે જે અગાઉ ક્યારેય નહોતું, ૨૦૨૦માં અમે કોવિડ-૧૯ સાથે શું-શું સહન કર્યું તેનું કોઈ ઉદાહરણ નહોતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ .૭૬ લાખ કરોડ રુપિયાની પીએમ ગરીબ કલ્યાણ યોજના જાહેર કરી, જેની સાથે ૮૦૦ મિલિયન લોકો માટે મફત જમવાનું ઉપલબ્ધ કરાવાયું. વડાપ્રધાને ૮૦ મિલિયન પરિવારોને મહિનાઓ સુધી મફત ગેસ અપાવ્યો, ૪૦ મિલિયન કરતા વધુ ખેડૂતો, મહિલાઓ અને ગરીબોને રોકડ મદદ કરી. નાણામંત્રીએ કહ્યું કે કોરોનાથી લડાઈમાં સરકાર સતર્ક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ નાગરિકોને સુરક્ષિત કરવા માટે પગલા ભર્યા જેના કારણે આજે ભારત પાસે બે વેક્સીન ઉપલબ્ધ છે. સીતારમણે કહ્યું, સરકાર તરીકે અમે તમામ સ્થિતિ પર નજર રાખી અને પોતાના રિસ્પોન્સમાં સતર્ક રહે છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર યોજના મિની બજેટની જેમ છે. અમે કોવિડ-૧૯ વિરુદ્ધ નાગરિકોને મેડિકલની દૃષ્ટીએ સુરક્ષિત કરવાનું શરુ કર્યું, જેના કારણે આજે ભારત પાસે બે કોરોના વેક્સીન ઉપલબ્ધ છે. અમે ૧૦૦ કે તેના કરતા વધારે દેશોને કોરોના સામે લડવા માટે સુરક્ષા પુરી પાડી, વડાપ્રધાને વૈજ્ઞાનિકોને શ્રેય આપીને રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

(8:24 pm IST)