Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઋષભ પંત જેવી આક્રમકતા બતાવવામાં બજેટ નિષ્ફળ રહ્યું

બજેટમાં ચેતેશ્વર પૂજારા જેવી ધૈર્યતા જોવા મળી : બજેટને લઇને મોટી આશા હતી જેના પર પાણી ફરી ગયું

નવી દિલ્હી, તા. : તમે વિચારતા હશો કે બજેટનું ચેતેશ્વર પૂજારા અથવા ઋષભ પંત સાથે શું સંબંધ છે? સીધી રીતે નહીં પરંતુ આજકાલ બંનેની સ્ટાઇલ બજેટમાં કેન્દ્રીય બિંદુ પર રહી છે. હકીકતમાં, ડાબા-જમણા હાથના સંયોજનથી નીતિ ઉત્પાદકોને અભિગમ વિશે શીખવવામાં આવે છે. અને બજેટ પહેલાં તે વસ્તુ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે બજેટમાં ચેતેશ્વર પૂજારાનું ધૈર્ય અને ઋષભ પંતની આક્રમકતા બંને બતાવવામાં આવશે. પરંતુ બન્યું નહીં. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પુજારાની સ્ટાઇલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બજેટને લઇને મોટી આશા હતી જેના પર પાણી ફરી ગયુ તેમ કહી શકાય.

નાણાકીય ખાધ જીડીપીના .% પર છે તેથી પંત વાળી સ્ટાઇલ માટે કોઇ અવકાશ નથી. જો કે સુબ્રમણ્યમે કહ્યું કે જ્યાં સુધી બોલ સ્વીંગ કરતો હોય ત્યાં સુધી પૂજારાની જેમ કાળજીપૂર્વક રમવામાં આવશે અને ત્યાર બાદ ઋષભની સ્ટાઇલમાં બેટિંગ કરવામાં આવશે. પરંતુ નાણાં પ્રધાને કાળજીથી રમવાનું વધુ સારું માન્યું.

તેમને આમ કરવાથી રોકી દેવામાં આવ્યા. ધૈર્ય અને સંયમ બતાવતા નિર્મલા સીતારમણે કેટલાક સેવા ક્ષેત્ર અને પગારદાર વર્ગને બદલે ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા ખેડૂતને કેન્દ્રમાં રાખ્યો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ રેલ-માર્ગ વિસ્તરણ પર બજેટની રકમ વધારવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્ર સિવાય મોદી સરકાર નવી યોજનાની ઘોષણાથી દૂર રહ્યા જેથી કોઈ વધારાનો ખર્ચ થાય.

(8:26 pm IST)