Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

લોકસભામાં કોંગી સાંસદોએ કાળું ગાઉન પહેરી વિરોધ કર્યો

ખેડૂત આંદોલનના પડઘાં બજેટ ભાષણ સમયે પડ્યા : ખેડૂતોના સમર્થનમાં કિસાન કી મોત...કાલા કાનૂન વાપસ લો અને જય જવાન જય કિશાનના ગહમાં નારા લગાવ્યા

નવી દિલ્હી, તા. : નાણાંમંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ ભાષણ આપી રહ્યા હતા. આની પહેલાં ગૃહની અંદર વિપક્ષી સાંસદોએ ખેડૂત આંદોલનના સમર્થનમાં જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. તો કેટલાંય કોંગ્રેસી સાંસદ બજેટનો વિરોધ કરવા માટે કાળું ગાઉન પહેરીને સંસદમાં આવ્યા છે. આજે કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલ અને ગુરજીત સિંહ અજુલા કાળું ગાઉન પહેરીને સંસદમાં આવ્યા.

બંને સાંસદ ખેડૂત આંદોલનનું સમર્થન અને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમના ગાઉન પર લખ્યું હતું કિસાન કી મૌતપકાલા કાનૂન વાપસ લો.

 ખેડૂત કાયદાની વિરૂદ્ધ દેશમાં કિસાન આંદોલન ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં નારાજ ચાલી રહેલા ખેડૂતો અને કૃષિ સેકટર માટે કેન્દ્રની મોદી સરકાર કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. તો નવા કૃષિ કાયદાને રદ્દ કરવા અને ટેકાના ભાવ પર પાકની ખરીદીની કાયદાકીય ગેરંટીની માંગણી સિવાય ખેડૂત સંગઠન 'કિસાન સમ્માન નિધિલ્લને વધારવા અને લેણા માફ કરવા જેવી કેટલીય ડિમાન્ડ કરી રહ્યા છે.

કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ ચૌધરી પુષ્પેંદ્ર સિંહ કહે છે કે નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની અમારી સૌથી અગત્યની માંગણીની સાથે માંગણી પણ છે કે ખેડૂતોને મળનાર 'પીએમ કિસાન સમ્માન નિધિલ્લ રકમને હજારથી વધારીને ૨૪ હજાર વાર્ષિક કરવામાં આવે. કિસાન ક્રેડિટની અંતર્ગત ખેડૂતોને મળનાર લોન પર વ્યાજ સીધી રીતે બે ટકા નક્કી કરવું જોઇએ અને સાથો સાથ કેસીસી લિમિટને બમણી કરવી જોઇએ. ખેડૂતોને દૂધની ખરીદીના રેટ, અમૂલના દર પર કરવા જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે ખેતીને પણ મનરેગા સાથે જોડવી જોઇએ. તેનાથી શ્રમિકોને કામ પણ મળી જશે અને ખેડૂતોને ખેતી માટે સરળતાથી મજૂર ઉપલબ્ધ થઇ જશે અને ખર્ચ પણ ઓછો આવશે. ૭૦ વર્ષથી ખેડૂત ખોટનો સોદો કરી રહ્યા છે અને હાલના સમયમાં સ્થિતિ આવી છે. એવામાં સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવા માટે આગળ આવશે નહીં તો પછી કોણ આવશે?

(8:27 pm IST)