Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ખેડૂત આંદોલનના નામે ધરપકડ કરવામાં આવેલા પ્રદર્શનકારીઓના નામ જાહેર કરે સરકાર : કોંગ્રેસ

કોંગ્રેસના નેતા મનીષ તિવારી પંજાબ સરકારના મંત્રીઓ સુખજિંદર રંધાવા, સુખ સરકારિયા અને રાજકુમાર છબેવાલાએ ગૃહમંત્રીની મુલાકાત

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારી અને પંજાબ સરકારના અનેક મંત્રીઓએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતા અને ખેડૂત આંદોલન દરમિયાન અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરવામાં આવેલા લોકોની યાદી જાહેર કરવાનો આગ્રહ કર્યો છે

મનિષ તિવારીના જણાવ્યા મુજબ, તેમણે અને પંજાબ સરકારના મંત્રીઓ સુખજિંદર રંધાવા, સુખ સરકારિયા અને રાજકુમાર છબેવાલાએ બજેટ રજૂ થયા બાદ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું છે કે,બજેટ બાદ અમિતભાઈ  શાહ સાથે મુલાતાત કરી હતી. અમે તેમને આગ્રહ કર્યો છે કે, ખેડૂત પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરવામાં આવેલા લોકોની યાદી જાહેર કરવામાં આવે. જેથી તેમને કાયદેસરના પગલા ભરવાની તક મળે. દિલ્હી પોલીસ આ યાદી પોતાની વેબ સાઈટ પર પોસ્ટ કરવા જઈ રહી છે.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ અહીં 3 ફેબ્રુઆરીએ કોંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવવાની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતો અને રાજ્યની અનેક સમસ્યાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ વિધાનસભાના આગામી સત્રમાં BJP-JJP સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માંગે છે, કારણ કે સરકારે લોકોની સાથે કેટલાક વિધાયકોનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે

(8:31 pm IST)