Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શનિવારે દેશભરમાં ચક્કાજામ : ખેડૂત સંગઠનોની બેઠકમાં લેવાયો મોટો નિર્ણંય

રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો પર ત્રણ કલાક માટે ચક્કાજામ કરશે. ખેડૂત નેતાઓની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા

નવી દિલ્હી : શનિવારે દેશભરમાં ચક્કાજામ કરવા ખેડૂતોએ જાહેરાત કરી છે ,સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે, છ ફેબ્રુઆરીએ કિસાન ત્રણ કલાક માટે રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો પર ત્રણ કલાક માટે ચક્કાજામ કરશે.

સોમવારે મોડી સાંજે થયેલી એક પ્રેસ કોન્ફ્રન્સમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે, આખા દેશમાં ફેબ્રુઆરીની છ તારીખે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો ત્રણ કલાક માટે ચક્કાજામ કરશે.તેમને કહ્યું કે, સોમવારે સાંજે થયેલી ખેડૂત નેતાઓની બેઠક થયેલી જેમાં અનેક મુદ્દાઓ પર વાત થઈ છે .મને કહ્યું કે, “યુવા ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યાં છે, તેમને માર મારવામાં આવી રહ્યો છે.”

26 જાન્યુઆરી થયેલી ટ્રેક્ટર રેલી પછી અનેક ખેડૂત લાપતા છે. બોર્ડરની આજુ-બાજુના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ધરણાવાળી જગ્યાઓની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવામાં આવી રહ્યો છે. અહીં પાણી અને વિજળીની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં શૌચની વ્યવસ્થા પણ બંધ કરવામાં આવી રહી છે.

ખેડૂત નેતાઓનો આરોપ છે કે, આંદોલનના સમર્થન માટે આવી રહેલા લોકોને ધરણાસ્થળ પર પહોંચવાથી રોકવામાં આવી રહ્યાં છે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે, “આગામી આંદોલન વધારે વ્યવસ્થિત રીતે અને વધારે મજબૂતીથી કરવામાં આવશે.”

(10:08 pm IST)