Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઇઝરાયલના પીએમ નેત્યનાહૂએ પીએમ મોદી સાથે વાતચીત કરી

વિસ્ફોટ બાદ ઇઝરાયેલી રાજદૂતોની સુરક્ષા માટે આભાર માન્યો

નવી દિલ્હી : દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટને લઇને ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂએ ભારતના વડાપ્રધાન  મોદી સાથે વાતચીત કરી છે. વિસ્ફોટની ઘટના બાદ ઇઝરાયલના પ્રતિનિધિઓની સુરક્ષા માટે ભઆરત સરકારના પ્રયાસો માટે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ તેમને કહ્યું કે આતંકવાદ સામેની લડાઇમાં ભારત ઇઝરાયલની સાથે છે અને આગળ પણ સહયોગ શરુ રાખશે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતિ પ્રમાણે વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલી દૂતાવાસ નજીક થયેલા આતંકી હૂમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. પીએમ મોદીએ નેત્યનાહૂને આશ્વાસન આપ્યું છે કે ભારત ઇઝરાયલના રાજદૂતો અને તેમના સ્થળોની સુરક્ષાને વધારે મહત્વ આપી રહ્યું છે. ભારત દિલ્હીમાં થયેલા આ બ્લાસ્ટના આરોપીઓને શોધવામાં આને સજા આપવા માટેના તમામ પ્રયાસોમાં લાગેલું છે.

તો ઇઝરાયલના પીએમ નેત્યનાહૂએ મોદીને ભારતમાં વેક્સિનના ઉત્પાદન અને વેક્સિનેશનની શરુઆત માટે શુભેચ્છા આપી છે. તો વડાપ્રધાન મોદીએ નેત્યનાહૂને પણ ઇઝરાયલમાં સફળ વેક્સિનેશન માટે શુભેચ્છા આપી છે

(10:23 pm IST)