Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કેન્દ્રીય બજેટ નાગરિકોને નાપસંદ : આર્થિક નબળા લોકો નિરાશ: સી-વોટર બજેટ ઇન્ટરપોલમાં સામે આવ્યા તારણો

25 વર્ષથી ઓછી ઉંમરના લોકો તરફથી ઓછામાં ઓછી રેટિંગ મળી

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2021-22ને લઇ દેશના સામાન્ય લોકો તરફથી સારી પ્રતિક્રિયા જોવા નથી મળી. કેન્દ્રીય બજેટ સામાન્ય નાગરિકોને પસંદ ના પડ્યું. સી-વોટર બજેટ ઇન્ટરપોલમાં સામે આવેલા તારણોમાંથી આ માહિતી મળી છે.

દેશના લોકો કોવિડ-19 મહામારીની અસર પછી સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા અને સામાજિક મોર્ચે સરકાર તરફથી વધુ રાહત અને ઉપાયોની અપેક્ષા કરી રહ્યા હતા, પરંતુ સર્વેમાં સામે આવેલા પરિણામ મુજબ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લાખો લોકોને નિરાશ કર્યા છે. તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય બજેટ 2021માં સામાન્ય નાગરિકો માટે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફારની જાહેરાત નથી કરવામાં આવી

(12:33 am IST)