Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજસ્થાનની ચૂંટણી પરિણામ જાહેર : અપક્ષોને ટેકે કોંગ્રેસ બનાવશે સરકાર

કોંગ્રેસને 7,85,282 વોટ મળ્યા જયારે 7,65,363 વોટ બીજેપીના ખાતામાં આવ્યા અને 6,87,219 વોટ નિર્દલીય ઉમેદવારોને મળ્યા

રાજસ્થાનમાં 20 જિલ્લાના 90 પંચાયતોની 3,334 સીટો માટે થયેલ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આ 90 પંચાયતમાં ભારતીય જનતા પક્ષને  24 પર બહુમત મળ્યા છે. જયારે કોંગ્રેસને 19 નિકાયો પર 19 પૂર્ણ બહુમત મળ્યું છે. પાંચ પંચાયતોમાં બંને બરાબરી પર રહી અને આ નર્દલીય બહુમતમાં છે. ઘણી પંચાયતમાં નિર્દલીયના સહારે કોંગ્રેસ નૈયા પાર લગાવવામાં લાગી છે

રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીમાં કુલ 29 લાખ મત નાખવામાં આવ્યા.આમાંથી 22 લાખે વોટ નાખ્યા હતા. એમાંથી 7,85,282 વોટ કોંગ્રેસને મળ્યા છે જયારે 7,65,363 વોટ બીજેપીના ખાતામાં આવ્યા છે. 6,87,219 વોટ નિર્દલીય ઉમેદવારોને મળ્યા છે.

જો કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ દાવો કર્યો છે કે પંચાયતો સહારે તેઓ 50 પંચાયતમાં તેમની સરકાર બનાવી લેશે. ડોટાસરાએ કહ્યું કે કોંગ્રેસે રાજનીતિ હેઠળ નિર્દલીય ઉભા કર્યા હતા અને જો નિર્દલીય જીતે છે તો વધુ કોંગ્રેસના છે. બીજેપી અધ્યક્ષ સતીશ પુનિયાએ દાવો કર્યો કે રાજસ્થાનમાં 90 પંચાયતોની ચૂંટણીમાં રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને ફગાવી દીધી છે.ને હવે તેઓ જોડ-તોડના સહારે બોર્ડ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે

(12:39 am IST)