Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બજેટમાં કૃષિલક્ષી મોટી જાહેરાતથી શું ખેડૂત આંદોલન નબળું પડશે ? :યાર્ડને ફંડ- સુવિધા સહીત બુસ્ટર ડોઝ

નાણા મંત્રીએ બજેટની જાહેરાતથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સંદેશ આપવાની કોશીશ કરી

નવી દિલ્હી : દેશમાં નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે નાણ મંત્રી નીર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી ઘણી જાહેરાતો કરી. નીર્મલા સીતારમણે કહ્યું કે 1000 વધુ માર્કેટયાર્ડને ઈલેક્ટ્રોનિક રાષ્ટ્રીય બજાર(e-NAM) અને કૃષિ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૂળભૂત સુવિધાઓ વધારવા માટે એપીએમસીને ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નાણા મંત્રીએ કહ્યું કે એગ્રીકલ્ચર ઈન્ફ્રા ફંડનો ખર્ચ વધારીને 40,000 રૂપિયા કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે, માઈક્રો ઈરિગેશન ફંડને બેગણુ કરીને 10,000 કરોડ રૂપિયા કરવામાં આવશે.

નાણા મંત્રીએ બજેટની જાહેરાતના માધ્યમથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સંદેશ આપવાની કોશીશ કરી છે. સરકારની ઘોષણા એ સ્પષ્ટ કરવાની કોશીશ છે કે એપીએમસી બંધ નહી થાય. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું બજેટના બૂસ્ટરથી ખેડૂત આંદોલન નબળું પડશે.

ખેડૂતોને દેવુ દેવાનો ટાર્ગેટ 16 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે સ્વામિત્વ સ્કીમ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.8 લાખ લોકોને કાર્ડ મળ્યા છે. 2021માં બધા રાજ્યોને તેની અંદર લાવવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે, ધાન ખરીદ પર 2013-14માં 63 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા, તે વધીને 1લાખ 45 હજાર રૂપિયા થઈ ગયા છે. આ વર્ષે આ આંકડો 1 લાખ 72 હજાર કરોડ સુધી પહોંચી જશે. દેશમાં ઓપરેશન ગ્રીન સ્કીમ હેઠળ 22 જલદી નષ્ટ થનાર શાકભાજી સામેલ હશે. કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતા નિર્મલા સીતારમણે પાંચ પ્રમુખ ફિશિંગ હબ બનાવવાની જાહેરાત કરી

(12:59 am IST)