Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વિશાખાપટ્ટનમ હવે આંધ્ર પ્રદેશ નું નવુ પાટનગર : આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીએ કરી

આંધ્ર પ્રદેશ માટે નવા પાટનગરની જાહેરાત તેલંગાણા રાજ્યના અલગ થવાના 9 વર્ષ પછી કરવામાં આવી છે.


હૈદરાબાદ: વિશાખાપટ્ટનમ હવે આંધ્ર પ્રદેશ નું નવુ પાટનગર હશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીએ 31 જાન્યુઆરીએ કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ એવા આદેશ પણ આપ્યા છે કે અમરાવતી ને રાજ્યના પાટનગરના રૂપમાં વિકસિત નહી કરવામાં આવે.
આંધ્ર પ્રદેશ માટે નવા પાટનગરની જાહેરાત તેલંગાણા રાજ્યના અલગ થવાના 9 વર્ષ પછી કરવામાં આવી છે. વર્ષ 2014માં તેલંગાણા, આંધ્ર પ્રદેશથી અલગ થયુ હતુ અને હૈદરાબાદને તેની રાજધાની જાહેર કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જગનમોહન રેડ્ડીએ તેની જાહેરાત દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કરી છે. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટિક એલાયન્સના એક કાર્યક્રમમાં રેડ્ડીએ આ જાણકારી શેર કરી છે.

(12:35 am IST)