Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેશના વરિષ્‍ઠ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભુષણનું નિધનઃ ૯૭ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્‍હી,તા. ૧: પૂર્વ કાયદા મંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણનું મંગળવારે નિધન થયું હતું. તેઓની ઉંમર ૯૭ વર્ષ હતી. તેમણે દિલ્‍હીમાં તેમના નિવાસસ્‍થાને અંતિમ શ્વાસ લીધા. શાંતિ ભૂષણ જેમણે અલ્‍હાબાદ હાઈકોર્ટમાં ખૂબ જ પ્રખ્‍યાત કેસમાં રાજનારાયણનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું અને ત્‍યાર પછી તેઓ જાણીતા થયા હતા.

૧૯૭૪માં ઈન્‍દિરા ગાંધીને વડાપ્રધાન પદ પરથી હટી જવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો. તેમણે મોરારજી દેસાઈની સરકારમાં ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી મંત્રાલયમાં  ભારતના કાયદા મંત્રી તરીકે સેવા આપી હતી.

ભૂતપૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણે ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટમાં ‘માસ્‍ટર ઓફ રોસ્‍ટર' સિસ્‍ટમમાં ફેરફારની માંગ સાથે પીઆઈએલ દાખલ કરી હતી. અરજીમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે રોસ્‍ટર હેઠળની બેન્‍ચને કેસ મોકલવા માટે એક સ્‍પષ્ટ સિદ્ધાંત અને પ્રક્રિયા નક્કી કરવામાં આવે. શાંતિ ભૂષણે પોતાના પુત્ર અને વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આ અરજી દાખલ કરી હતી.

(9:48 am IST)