Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ચાઈનીઝ કપનીએ કર્મચારીઓને ૭૦ કરોડ રૂપિયા વહેંચ્‍યાઃ હાથોમાં નોટોના બંડલો સાચવી નહોતા શકયા કર્મચારી

તમે માનશો નહીં !

બીજીંગ, તા.૧: એક ચાઈનીઝ કોર્પોરેશનને વર્ષના અંતે કર્મચારીઓને ઈન્‍સેન્‍ટિવ તરીકે એટલા રૂપિયા વેચ્‍યા છે કે જેના વિશે કોઈએ કયારેય વિચાર્યું પણ નહીં હોય. એક તબક્કે કંપનીના માલિકે તેના ૪૦ કર્મચારીઓમાં ૬૧ મિલિયન યુઆન (લગભગ US $9 મિલિયન) અથવા લગભગ રૂ.૭૦ કરોડ રૂપિયા વહેંચ્‍યા છે. સ્‍થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ૧૭ જાન્‍યુઆરીના રોજ હેનાન પ્રાંતમાં એક ક્રેન ઉત્‍પાદકે ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ ગયા. ફૂટેજમાં કંપનીની વાર્ષિક પાર્ટી દરમિયાન, સ્‍ટેજ પર લગભગ બે મીટરની ઊંચાઈ પર નોટોના બંડલો મૂકવામાં આવ્‍યા હતા.

કંપનીના જનસંપર્ક વિભાગના એક મેનેજરને ટાંકીને એક સમાચાર આઉટલેટ અનુસાર, હેનાન ખાણ પેઢીના ત્રણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સેલ્‍સ મેનેજરોને પાંચ મિલિયન યુઆન (US$737,000) ના ટોચના પુરસ્‍કારો મળ્‍યા છે, જે આશરે રૂ. ૬ કરોડની સમકક્ષ છે. બીજી તરફ ૩૦ થી વધુ લોકોને ઓછામાં ઓછા ૧૦ લાખ યુઆન (૧ કરોડ ૨૦ લાખ રૂપિયાથી વધુ) મળ્‍યા છે. ‘૧૭ જાન્‍યુઆરીની સાંજે વર્ષ-અંતની સેલ્‍સ મીટિંગ યોજી હતી અને ૪૦ સેલ્‍સ મેનેજરોને કુલ ૬૧ મિલિયન યુઆન આપ્‍યા હતા.'

કંપનીએ એક સ્‍પર્ધાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કર્મચારીઓ એ આપેલા સમયગાળામાં કેટલી યુઆનની નોટો ગણી શકે એવી કોમ્‍પિટિશન યોજાઈ હતી. ફર્મે એકલા આ સ્‍પર્ધા પર ૧૨ મિલિયન યુઆન ખર્ચ્‍યા. સૌથી ઝડપી નોટોની ગણતરી માટે ૧૫૭૦૦૦ યુઆન (આશરે રૂ.૧૯,૦૦,૦૦૦) આપ્‍યા. ઈન્‍ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયો અનુસાર, પૈસાના એક બંડલની કિંમત ૧૦૦,૦૦૦ યુઆન હતી. કાળા સૂટ અને લાલ સ્‍કાર્ફ પહેરેલા પુરુષોનું એક જૂથ સ્‍ટેજ પરથી હાથમાં ચલણની નોટો સાથે જોઈ શકાય છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, હેનાન માઇન નામની કંપની, ૫,૧૦૦ કરતાં વધુ કર્મચારીઓને રોજગારી આપે છે અને ૨૦૨૨માં ૯.૧૬ બિલિયન યુઆન (US$1.1 બિલિયન) ની રેવન્‍યૂ જનરેટ કરશે, જે અગાઉના વર્ષ કરતાં ૨૩% વધારે છે.

(10:22 am IST)