Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જુનમાં અમેરિકા જઇ શકે છે પીએમ મોદી

રાષ્‍ટ્રપતિ બાઇડેન તરફથી મળ્‍યું આમંત્રણ

નવી દિલ્‍હી તા. ૧ : નરેન્‍દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્‍યા બાદ અમેરિકા અને ભારતના સંબંધો વધુ મજબૂત બન્‍યા છે. એવા સમાચાર છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને PM મોદીને અમેરિકાની સરકારી મુલાકાત માટે આમંત્રણ આપ્‍યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભારત દ્વારા આ આમંત્રણનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે. હવે બંને દેશોના અધિકારીઓ આ પ્રવાસની તારીખ નક્કી કરવામાં વ્‍યસ્‍ત છે.

આ મુલાકાતની તૈયારીઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે. પીએમ મોદીની અમેરિકા મુલાકાત એટલા માટે પણ મહત્‍વપૂર્ણ છે કારણ કે ભારત આ વર્ષે G-20 ઈવેન્‍ટનું આયોજન કરી રહ્યું છે, જેની સમિટ સપ્‍ટેમ્‍બરમાં યોજાવાની છે. આ કાર્યક્રમમાં અન્‍ય દેશોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિ જો બિડેન પણ ભાગ લેશે.

ન્‍યૂઝ એજન્‍સી અનુસાર, બંને દેશો જૂન મહિનામાં આ મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. વાસ્‍તવમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ અને સેનેટ બંનેના સત્ર જુલાઈમાં યોજાનાર છે અને પીએમ મોદી પણ ભારતમાં વ્‍યસ્‍ત છે. તેની પાસે ઘણી પૂર્વ-નિર્ધારિત સ્‍થાનિક પ્રતિબદ્ધતાઓ અથવા આંતરરાષ્ટ્રીય જોડાણો સામેલ છે.

આ રાજય પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કેટલાક દિવસો અમેરિકામાં વિતાવવાના રહેશે. જેમાં યુએસ કોંગ્રેસના સંયુક્‍ત સત્ર અને વ્‍હાઇટ હાઉસમાં સ્‍ટેટ ડિનરને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે. આ વર્ષે જી-૨૦ કોન્‍ફરન્‍સ સિવાય પીએમ મોદી પાસે ઘણું કરવાનું છે કારણ કે આ વર્ષના અંતમાં ઘણા રાજયોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે, જેમાં પીએમ મોદી પ્રચાર કરશે.

જો કે, પીએમ મોદીની રાજય મુલાકાત માટે આમંત્રણ ક્‍યારે આપવામાં આવ્‍યું હતું અને બિડેન વતી પીએમઓને આ વ્‍યક્‍તિગત આમંત્રણ કોણે આપ્‍યું હતું તે જાહેર કરવામાં આવ્‍યું નથી. તમને જણાવી દઈએ કે બિડેને ગયા ડિસેમ્‍બરમાં ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ ઈમેન્‍યુઅલ મેક્રોનને તેમના પ્રથમ સ્‍ટેટ ડિનર માટે હોસ્‍ટ કર્યા હતા.

(11:33 am IST)