Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

લુડો, સાપ-સીડી અને કેરમ મોબાઇલ પર સૌથી વધુ ફેવરિટ ગેમ

૨૦૨૭ સુધીમાં ૮.૬ અરબ ડોલરનું હશે ભારતીય ગેમિંગ બજાર : ચીનને મૂકી દેશે પાછળ : નાના શહેરોમાં લોકોને ગેમનું લાગ્‍યું ઘેલુ

જયપુર તા. ૧ : ઓનલાઇન ગેમ રમવામાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, રાજસ્‍થાન, પヘમિ બંગાળના લોકો સૌથી આગળ છે. દેશમાં સૌથી વધુ ઓનલાઇન ગેમ રમતા રાજયોમાં યુપી બાદ મહારાષ્ટ્ર, રાજસ્‍થાન, બિહાર, અને પヘમિ બંગાળ છે. ઈન્‍ડિયા મોબાઈલ ગેમિંગ રિપોર્ટ ૨૦૨૨ મુજબ, ૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૨માં ઓડિશા, પંજાબ, તામિલનાડુ, પોન્‍ડુચેરી અને હિમાચલ પ્રદેશમા મોબાઇલ ગેમ રમતા યુજરની સંખ્‍યામાં સૌથી વધુ વધારો જોવા મળ્‍યો. મહત્‍વની વાત એ છે કે ભારતીય શહેરોમાં લૂડો ડાઈસ, સ્‍નેક્‍સ એંડ લેડર્સ, કેરમ, ફ્રૂટ ડાર્ટ, બ્‍લોક પજલ તેમજ પોકર સૌથી વધુ રમાતી રમત છે.  

   મોબાઈલ ગેમિંગમાં નાના શહેરોએ ગેમિંગ હબ તરીકે લોકપ્રિય મુંબઈ અને બેંગલુરૂ જેવા મેટ્રો શહેરોને પાછળ રાખી દીધા છે. ૨૦૨૧માં ગેમિંગ ગ્રોથ શહેરોમાં એક પણ મેટ્રો સિટી સામેલ નથી. આ વધારો મોટા શહેરોમાં પણ મોબાઈલ ગેમિંગની બેજોડ લોકપ્રિયતાને દર્શાવે છે.

ઓનલાઇન ગેમ પીઆર ફોક્‍સ રાખવા વાળા વેન્‍ચર કેપિટલ ફંડ લૂમિકાઇના એક રિપોર્ટ મુજબ, ચીનને પછાડીને ગયા વર્ષે ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઈલ ગેમ્‍સ માર્કેટ બની ગયું છે. જયાં ૧૫ અરબથી વધુ ગેમ ડાઉનલોડ કરવામાં આવી. ૨૦૨૨માં ભારતનું ગેમિંગ માર્કેટ ૨.૬ આરબ ડોલર હતી. જે ૨૦૨૭ સુધી ૨૭ ટકા કમ્‍પાઉન્‍ડ એન્‍યુઅલ ગ્રોથની સાથે ૮.૬ આરબ ડોલર સુધી પહોંચી જશે. 

(1:32 pm IST)