Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

MSME સેકટર માટે ખુશખબરઃ ૯૦૦૦ કરોડની ફાળવણીઃ સસ્‍તી લોન આપવાનું એલાન

નવી દિલ્‍હી, તા.૧: SME/MSME માટે કેન્‍દ્રીય બજેટ ૨૦૨૩: બજેટ ૨૦૨૩માં MSME માટે સારા સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારામે જાહેરાત કરી હતી કે રોગચાળાથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે. નાણાપ્રધાને જણાવ્‍યું હતું કે કરાર સંબંધિત વિવાદોના સમાધાન માટે સ્‍વૈચ્‍છિક સમાધાન યોજના રજૂ કરવામાં આવશે. કેન્‍દ્ર સરકાર MSME સેક્‍ટર માટે ૯૦૦૦ કરોડ રૂપિયા ફાળવશે. ક્રેડિટ ગેરંટી યોજના માટે ૯૦૦૦ કરોડ આપવામાં આવશે. નવી યોજના હેઠળ, MSME ને ૧ ટકાથી ઓછા દરે વ્‍યાજ આપવામાં આવશે. નવી યોજના હેઠળ, MSMEને ૧ ટકાથી ઓછા દરે વ્‍યાજ આપવામાં આવશે. નવી યોજના હેઠળ ૨ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. સરકાર MSMEની ક્રેડિટ ગેરંટી યોજના માટે ~ 9000 કરોડ આપશે. નવી યોજનામાં MSMEને ~ 2 Lk Cr લોનનું વિતરણ કરવાની યોજના. નવી યોજનામાં MSMEને ૧% ઓછું વ્‍યાજ. નાણાકીય ક્ષેત્રમાં અનુપાલન ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે.

(2:08 pm IST)