Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગામેગામ ડિજિટલ લાયબ્રેરીઃ ડિજિટલ KYCથી લઇને ઇ-કોર્ટ સુધીનું એલાન

ડીજીટલ ઇન્‍ડિયા ઉપર ભાર

નવી દિલ્‍હી, તા.૧: સંસદમાં ૨૦૨૩નું બજેટ રજૂ કરતાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ડિજિટલ ઈન્‍ડિયા અને ગ્રામીણ ભારતના વિકાસને લઈને અનેક જાહેરાતો કરી છે. ગામડાઓમાં ડિજિટલ પુસ્‍તકાલયોના પ્રચાર સાથે, વિવાદોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવા માટે ઈ-કોર્ટ માટે પણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ બજેટની શરૂઆતમાં જ કહ્યું હતું કે, આ અમળતકલનું પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને અદ્યતન સાધનોથી વાકેફ કરવા અને તેમને અપગ્રેડ કરવા માટે ડિજિટલ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત સહકારી બેંકોનું કોમ્‍પ્‍યુટરાઈઝેશન કરવામાં આવશે. સહકારી મંડળીઓનો ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવશે

નાણામંત્રીએ જણાવ્‍યું હતું કે બાળકો અને યુવાનોને વાંચવાની સુવિધા માટે ડિજિટલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવશે. આ પુસ્‍તકાલય વોર્ડ અને પંચાયત કક્ષાએ ઉપલબ્‍ધ રહેશે. પ્રાદેશિક અને અંગ્રેજી ભાષામાં પુસ્‍તકો ઉપલબ્‍ધ થશે. લોકો તેમની ઉંમર પ્રમાણે પુસ્‍તકો વાંચી શકશે. આ સિવાય રાજ્‍યોને ભૌતિક પુસ્‍તકાલયો બનાવવા માટે પણ પ્રોત્‍સાહિત કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે હવે ગટરોની સફાઈ મશીનો દ્વારા જ કરવામાં આવશે. આ સિવાય 5G સેવાનો ઉપયોગ કરીને ૧૦૦ પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે, જેમાં સંશોધન અને વિકાસ માટે અનુદાન આપવામાં આવશે. મિશન કર્મયોગી હેઠળ, સરકારી કર્મચારીઓ માટે એકીકળત ઈ-ફાઈલિંગ સિસ્‍ટમ સાથે ઓનલાઈન વેબ પોર્ટલ હશે.

વીડિયો કોલ દ્વારા જન-ધન યોજનાના બેંક ખાતા ખોલવા માટે જરૂરી KYCની પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વીડિયો KYCને પ્રમોટ કરવામાં આવશે. આ ઉપરાંત, PAN ને ડિજિટલ સિસ્‍ટમ માટે પસંદગીની સરકારી એજન્‍સીઓ દ્વારા પણ માન્‍યતા આપવામાં આવશે અને તેનો ઉપયોગ ઓળખ તરીકે કરવામાં આવશે. તેમણે કહ્યું કે PAN દ્વારા વેપારી સંસ્‍થાઓનું કામ સરળ બનશે.

(2:09 pm IST)