Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સરકાર યોજના હેઠળ ખર્ચ કરશે ૧૦,૦૦૦ કરોડનું ફંડ

એક કરોડ ખેડૂતો પાસેથી કુદરતી ખેતી કરાવશે : કચરામાંથી બનશે રૂપિયા

નવી દિલ્‍હી, તા.૧: નાણામંત્રીએ તેમના ભાષણમાં કહ્યું કે, ગોબર ધન યોજના હેઠશ ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એક કરોડ ખેડૂતો પાસેથી કુદરતી ખેતી કરાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં જંતુનાશક માટે ૧૦,૦૦૦ બાયોઈનપુર સેન્‍ટર બનશે. સાથે જ બજેટમાં ૧૦ હજાર બાયોઈનપુટ સેન્‍ટર બનાવવાની પણ યોજના બનાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, ૫ ટકા કમ્‍પ્રેસ્‍ડ બાયોગેસ અનિવાર્ય થશે.

શું છે ગોબર ધન યોજનાઃ ગોબર ધન યોજના શરૂ કરવાની જાહેરાત પહેલી વાર ૧ ફેબ્રુઆરી ૨૦૧૮માં થઈ હતી,જેને હવે કેન્‍દ્ર સરકાર આગળ વધારી રહી છે. GOBAR-ધનને સરકાર દ્વારા એપ્રિલ ૨૦૧૮માં સ્‍વચ્‍છ ભારત મિશન હેઠળ બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ મેનેજમેન્‍ટ ઘટકના એક ભાગના રૂપમાં ગામની સ્‍વચ્‍છતા પર સકારાત્‍મક -ભાવ આપવા અને પશુઓ તેમજ કાર્બનિક કચરામાંથી સંપત્તિ અને ઊર્જા ઉત્‍પન્ન કરવા માટે લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું.

(2:26 pm IST)