Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કેન્‍દ્ર સરકારે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ક્ષેત્રને ફાળવ્‍યા ૧૦ લાખ કરોડ

ટ્રાન્‍સપોર્ટ ઇન્‍ફ્રા માટે ૭૫ હજાર કરોડ ખર્ચાશે : ૫૦ નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવાશે

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્‍દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ રજૂ કરી રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્‍યું કે, ૫૦ નવા એરપોર્ટ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ૧૦ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે, એવામાં નિર્મલા સીતારમણે દેશમાં ૫૦ નવા એરપોર્ટ બનાવવાનું એલાન કર્યું છે, આ સાથે જ કહેવામાં આવ્‍યું છે કે હેલીપોર્ટ્‍સ, એરડ્રોમ પણ બનાવવામાં આવશે.ᅠ

બજેટની જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ૧૦ લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ટ્રાન્‍સપોર્ટ ઇન્‍ફ્રા માટે ૭૫ હજાર કરોડ કરછ કરવા માટે ફાળવણી કરવામાં આવી છે.નિર્મલા સીતારમણે કહ્યું કે હવે માણસોના બદલે મશીનથી ગટરોની સફાઈ થશે. આ સાથે જ 5Gમાં સંશોધન માટે ૧૦૦ નવી લેબ બનાવાશે અને રાજયોની રાજધાનીમાં યુનિટી મોલ બનાવવામાં આવશે.

(2:30 pm IST)