Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બજેટ વિકસીત ભારતનો મજબૂત પાયો બનશે

આપણે ૨૦૪૭ સુધીમાં સમૃધ્‍ધ, સમર્થ અને સંપન્‍ન બનીને જ રહીશું : પીએમ મોદી

નવી દિલ્‍હી,તા. ૧ : કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમ્‍યાન કહ્યું કે ભારતીય અર્થવ્‍યવસ્‍થા સાચા માર્ગે અને ઉજ્જવળ ભવિષ્‍ય તરફ આગળ વધી રહી છે. કોરોના મહામારી દરમ્‍યાન આપણે સુનિヘીત કર્યું કે ૨૮ મહિના ૮૦ કરોડથી વધારે વ્‍યકિતઓને મફત અનાજ આપવાની યોજના સાથે કોઇ પણ ભુખ્‍યું ના સુવે. વ્‍યકિતગત કરમાં મોદી સરકારે નોકરિયાત વર્ગને મોટી રાહત આી છે. હવે નવી કર વ્‍યવસ્‍થા હેઠળ ૭ લાખ સુધીની વાર્ષિક આવક ટેક્ષ ફ્રી થઇ ગઇ છે. આ છૂટ પહેલા પાંચ લાખ સુધી હતી.

વડાપ્રધાન મોદીએ દેશની જનતાને વિકસીત ભારત બનાવવામાં સહયોગની અપીલ કરતા કહ્યું કે આવો, નવા બજેટના નવા સંકલ્‍પનોને લઇને ચાલીએ અને ૨૦૪૭માં સમૃધ્‍ધ, સર્મથ અને દરેક પ્રકારે સંપન્‍ન ભારતની યાત્રાને આગળ વધારીએ. આપણે આ લક્ષ્ય હાંસલ કરીને જ રહીશું.

વડાપ્રધાન મોદીએ કહ્યું. આ બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્‍પને પૂર્ણ કરવા માટે એક મજબુત પાયાનું નિર્માણ કરશે. આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે. હું નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને તેમની ટીમને આવા ઐતિહાસિક બજેટ માટે અભિનંદન આપું છું.

(3:58 pm IST)