Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મુંબઈની ધારાવીમાં અશોક મિલ સંકુલમાં મોટી આગ ભભૂકી :62 વર્ષીય મહિલાનું મૃત્યુ

ધારાવી સ્લમ કોલોનીમાં સ્થિત કેટલાક ટેક્સટાઈલ યુનિટમાં લાગી આગ

મુંબઈની ધારાવી વિસ્તારમાં અશોક મિલ સંકુલમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. બીએમસી તરફથી મળેલી માહિતી મુજબ આગ ઈલેક્ટ્રીકલ વાયર, ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન, મશીનરી અને કપડામાં ફેલાઈ ગઈ હતી. ફાયરની 5 ગાડીઓ સ્થળ પર હાજર છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે મુંબઈમાં ધારાવી સ્લમ કોલોનીમાં સ્થિત કેટલાક ટેક્સટાઈલ યુનિટમાં લાગેલી આગમાં 62 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.

  વધુમાં તેમણે કહ્યું અશોક મિલ સંકુલમાં બે માળની ઈમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઓછામાં ઓછા ચારથી પાંચ ફ્લોર આગથી પ્રભાવિત થયા હતા. આગ બપોરે લાગી હતી.હતું. આગ કપડાના એકમોમાં ઈલેક્ટ્રિકલ વાયરિંગ, ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન, મશીનરી અને કપડાં સુધી મર્યાદિત હતી.

  આગ ઓલાવતી વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર બાથરૂમમાં એક મહિલા ફસાયેલી મળી આવી હતી. તેને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તે મહિલાને મૃત જાહેર કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તે લેવલ 1ની આગ હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ લેવલ 1 ની આગને નાનો ઈમરજન્સી કોલ ગણવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર અને બે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે, આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.

(12:36 am IST)