Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કરદાતાઓને મોટી રાહત : GST વાર્ષિક રિટર્ન ભરવાની મુદત લંબાવાઈ : હવે 31 માર્ચ સુધી ભરી શકાશે રિટર્ન

જીએસટી રિટર્ન-9 અને જીએસટી રિટર્ન-9 સી ભરવાની સમય મર્યાદા વધારી

નવી દિલ્હી : સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાનો સમય રવિવારે 31 માર્ચ સુધી વધારી દીધો છે.

અગાઉ આ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020થી વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરી દીધી હતી. નાણામંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ હતું કે, નિશ્ચિત સમયમાં રિટર્ન ભરનારા કરદાતાઓને આવી રહેલા મુશ્કેલીઓને ધ્યાને રાખીને 2019-20 માટે જીએસટી રિટર્ન-9 અને જીએસટી રિટર્ન-9 સી ભરવાની સમય મર્યાદા વધારી દીધી છે. સમય મર્યાદામાં આ વધારો ચૂંટણી પંચની મંજૂરી સાથે કરવામાં આવ્યો છે.

જીએસટીઆર-9 એક વાર્ષિક રિટર્ન છે, જે જીએસટી અંતર્ગત રજીસ્ટર્ડ કરદાતઓને ભરવાનો હોય છે. જીએસટીઆર-9સી ઓડિટ કરેલા વાર્ષિક નાણાકિય લેખા-જોખા અને જીએસટીઆર-9નું જોડાણ છે.

એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સીનીયર પાર્ટનર રજત મોહને કહ્યુ હતું કે, ભલે તે 31 દિવસ નાનો એવો વિસ્તાર હોય પણ ધંધાર્થીઓ માટે જરૂરીયાત પુરી કરવા માટે આ સમય મહત્વનો સાબિત થશે.

(12:00 am IST)