Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મ્યાંમારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ ફાયરિંગમાં 18 લોકોના મોત : અનેક ઘાયલ

સત્તાપલટાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર અનેક શહેરોમાં ફરી ફાયરિંગ કર્યું છે

નવી દિલ્હી : મ્યાંમારની  પોલીસે સૈન્ય સત્તાપલટાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર અનેક શહેરોમાં ફરી ફાયરિંગ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની ફાયરિંગમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. જો કે લોકશાહી સમર્થક પ્રદર્શનકારીઓના મોતને લઇને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકી. ઘટનાસ્થળ પર તહેનાત મેડિકલ વૉલિયન્ટર્સ  અને સ્થાનિક મીડિયાનો દાવો છે કે મૃતકોની સંખ્યા 10ની નજીક થઈ શકે છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રવિવારના ત્રણ પ્રદર્શનકારીઓના મોત રંગૂનમાં પોલીસની ગોળીથી થયા છે, જ્યારે દાવોઈ શહેરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓના ઘર્ષણમાં બે લોકોના મોત થયા છે.

બાકી બે લોકોના મોત માંડલેમાં પોલીસની ફાયરિંગમાં થયા છે. આ પહેલા પણ મ્યાંમાર પોલીસની ફાયરિંગમાં ત્રણ પ્રદર્શનકારીઓના મોત થઈ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ગોળીઓના ખોખા જોવા મળી રહ્યા છે. એવા પણ સમાચાર છે કે સુરક્ષાદળોએ દેશના અલગ-અલગ ભાગોથી મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી છે.

(12:00 am IST)