Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્ન : પૂરા સમય ધ્યાન કરતી વખતે મનના કોઇ ન કોઇ ખૂણામાં કોઇ કહે છે. આ શું કરી રહ્યા છો? આ શું કરી રહ્યા છો?

જરૂર કોઇ કહેતું હશે, તે તમે છો. કોઇ નથી તે તમે છો. તમારા મને કયારેય ધ્યાન કર્યુ નહિ હોય. તમે કયારેય ધ્યાન નથી કર્યુ. તમારો આખો ભૂતકાળ, તમારી આખી સ્મૃતિ ધ્યાનથી ખાલી અને સુની છે. તે આખું મન કહી રહ્યું છે. આ શું કરી રહ્યા છો? તેમની સમજ થી તમે બિલકુલ બહાર કરી રહ્યા છો. તેમની સમજમાં આ વાત નથી આવતી. આવશે પણ નહી, કેમ કે મન અપરિચિત છે. પરિચિત થઇ જાશે તો કહેશે નહિ  શું કરી રહ્યા છો. જો આનંદ ની ઝલક મળી જાશે તો પછી કયારેય કહેશે નહિ કે શું કરી રહ્યા છો.

મન નો નિયમ છે જેને તે જાણ છે તેનાથી રાજી થઇ જાય છે, જેનાથી અપરિચિત છે તેનાથી દૂર હટે છે. અપરિચિત શત્રુ ની ખબર પડે છે. અને મન નો એ પણ નિયમ છે કે માત્ર આનંદ ની તરફ પ્રવાહીત થવું. ભલે પછી તે ખોટો આનંદ હોય. જયાં આનંદ દેખાય છે ત્યાં જાય છે. ભલે મળે, ન મળે, એ બીજી વાત છે. આનંદ નો આભાસ માત્ર હોય તો પણ મન જાય છે. ધ્યાન ના આનંદ ને તો આપણે કયારેય જાણ્યો નથી. તે અપરિચિત જગત છે, અજાણ્યું ક્ષેત્ર છે, તે દુનિયામાં આપણે કયારેય દાખલ થયા નથી. મન પૂછે છે, આ શું કરી રહ્યા છો? આ શું કરી રહ્યા છો? તેમને પૂછવા દયો, તેમનું પૂછવું ખરેખર સ્વાભાવિક છે. તેમની સાથે ઝઘડો નહિ, તેમને દબાવો પણ નહિ, તેમને પૂછવા દો અને તમે ધ્યાન ચાલુ રાખો.

જેવી ધ્યાનમાં રસ અને આનંદની ઝલક મળવાની શરૂ થશે, મન જાતે જ કહેશે, સારું કરી રહ્યા છો, સારુ કરી રહ્યા છો, મન જાતે જ દિવસમાં પચાસ વાર કહેશે. ધ્યાન કરો, ફરીથી કરો, હજી કરો. મન કયારેય રોકશે નહિ. ખાલી આનંદની તેમને થોડીક ઝલક, અનુભવ થશે તો મન તે દિશામાં પ્રવાહીત થવા લાગશે. જેવી રીતે પાણી નીચેની તરફ વહે છે, એવું મન આનંદની તરફ વહે છે. ખોટા આનંદની તરફ પણ જયારે વહે છે, તો સાચા આનંદની તરફ નહીં વહે, એવું વિચારવાનું કોઇ કારણ નથી.

પણ આનંદનનો અનુભવ નિર્માણ થવા દો. જો આ મનનું માની ને રોકાઇ ગયા કે શું કરી રહ્યા છો તો રોકાઇ જશો. મન ને કહેવા દો. તેમના માટે નવી વાત છે, તેમને કહેવા દો, તેમને કહેતા રેવા દયો. તમે ધ્યાનમાં ઉતરતા જાવ જેવો આનંદનો જરો કે તેનું કિરણ ફૂટશે, અને મન રાજી થઇ ને વહેવા લાગશે તેમને વહેવા માટેની કોઇ કોશિષ કરવાની પણ જરૂર નહિ પડે.-ઓશો

ધ્યાનકે દર્શન

સંકલન : સ્વામી સત્યપ્રકાશ-૯૪૨૭૨-૫૪૨૭૬

 આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

 

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલનઃ

સ્વામિ સત્યપ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(10:23 am IST)