Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મોંઘવારી હાય હાય... રાંધણ ગેસના બાટલાના ભાવમાં ફરીથી વધારો

મોંઘવારીએ માઝા મૂકી છે : ઘરનો ચૂલો હવે વધુ ને વધુ મોંઘો થઇ રહ્યો છે : ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૨૫નો વધારો : કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૯૫નો વધારો

નવી દિલ્હી,તા. ૧: ધીરે ધીરે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે આજથી ફરીથી ગેસના ભાવમાં વધારો થયો છે. સામાન્ય માણસનું જીવવું અદ્યરૂ થઈ રહ્યુ છે એક પછી એક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૨૫નો વધારો થતા હવે ૭૯૮ રૂપિયાની જગ્યાએ ૮૨૩ રૂપિયામાં મળશે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૫નો વધારો નોંધાયો છે.

૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૫૩૦ રૂપિયાની જગ્યાએ હવે ૧૬૨૫ રૂપિયામાં મળશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં દ્યરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ૨૨૫ રૂપિયાનો વધોરો થયો છે. (૨૨.૧૦)

ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૨૫ રૂપિયાનો વધારો

*દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

* ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો

*ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.૭૯૮ની જગ્યાએ રૂ. ૮૨૩માં મળશે

*કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૫નો વધારો

*કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે રૂ. ૧૫૩૦ની જગ્યાએ રૂ. ૧૬૨૫માં મળશે

*ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજથી લાગું

*ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૨૫ રૂપિયાનો વધારો

*ફેબ્રુઆરીમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વાર થયો વધારો

*૪ ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો નોંધાયો હતો

*૧૫ ફેબ્રુઆરીએ ફરી ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો

*૨૫ ફેબ્રુઆરીએ ત્રીજી વાર ૨૫ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો

*ડિસેમ્બરમાં પણ બે વાર વધ્યા ભાવ

*ડિસેમ્બરમાં બે વાર ૫૦-૫૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો

(10:30 am IST)