Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો: છેલ્લા 24 કલાકમાં 8,293 નવા કેસો: 62 લોકોના મોત

એક્ટિવ સંખ્યા વધીને 77,008 થઇ ગઇ : મૃત્યુઆંક 52 ,154 થયો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય એવુ લાગી રહ્યું છે. દેશના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. બેકાબુ થતાં 24 કલાકમાં નવા કેસોની સંખ્યામાં તાબડતોડ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8થી વધુ નવા કેસો નોંધાતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે.
 છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 8,293 નવા કેસો સામે આવ્યા છે. આ પછી અહીં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને 21 લાખ 55 હજાર 70 થઇ ગઇ છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા વધીને 77,008 થઇ ગઇ છે. આની સાથે જ 62 નવા મોતના આંકડા નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો 52 હજાર 154 થઇ ગઇ છે

(11:12 am IST)