Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વિજળી જીએસટીમાં ન હોવાના કારણે

વીજ ગ્રાહકોને વર્ષે લાગે છે રૂા.રપ૦૦૦ કરોડનો ચુનો

કોલસા પર લાગતા વિવિધ પ્રકારના કરવેરાની સીધી અસલર વિજ ગ્રાહકોના બિલ ઉપર પડે છે

નવી દિલ્‍હી : વીજળી ઉત્‍પાદન પર લગાવામાં આવતા અનેક પ્રકારના ટેક્ષના કારણે સામાન્‍ય ગ્રાહકોને પ્રતિવર્ષ અંદાજે રપ હજાર કરોડ રૂપિયાથી વધુનો ભાર પડી રહયો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતથી થઇ રહેલી પરેશરાની વચ્‍ચે કોલસા પર લગાવાતા ટેક્ષ અને અન્‍ય ટેક્ષને સામાન્‍ય રીતે નજર અંદાજ કરવામાં આવે છે. જયારે કોલસા પર લાગેલા વિવિધ પ્રકારના ટેક્ષની અસર સીધી ગ્રાહકના વિજળીના માસિક બિલ પર પડે છે. કોલસાના ઉત્‍પાદનથી માંડીને ઉપયોગ સુધી અનેક પ્રકારના ટેક્ષ અને લગાવે છે કે જે અંતમાં બનતા વીજળીના બીલ પર સીધી અસર કરે છે. હાલ દેશમાં વીજળી ઉત્‍પાદનમાં  કોલસાની ભાગીદારી અંદાજે પપ ટકા છે. અને થર્મલ પાવર જનરેશન માટે તે એક પ્રાથમિક સામગ્રી છે. કોલસા નિયંત્રક કાર્યાલય અને સીઇએ. પાવર કન્‍સ્‍યુનર્સ દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં આ વાત સામે આવી છે.

કોલસા, વીજળી, ઉત્‍પાદન માટે એક પ્રાથમિક સામગ્રી હોવા છતા જીએસટીને આધીન છે. પરંતુ વિજળી કે જે કોલસાનું અંતિમ ઉત્‍પાદન છે તે જીએસટીમાં નથી.

કોલસાના જી-૧૧ ગ્રેડ માટે મુળ કિંમત વીજળી ઉત્‍પાદન માટે સૌથી સામાન્‍ય, એસઇસીએલ દ્વારા ઉત્‍પાદિત ૯પપ રૂપિયા પ્રતિટન છે. પરંતુ કર, લેવી અને વિવિધ ચાર્જના કારણે જનરેટર માટે અંતિમ પુર્વે મુલ્‍ય અંદાજે બેગણુ વધીને ૧૮૪૯ પ્રતિટન થઇ ગયુ છે.

 

(11:42 am IST)