Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ડીજીટલ સોનામાં રોકાણ પર પણ બમણો ટેક્ષ

હવે ચુકવવો પડશે ૩ ટકા જીએસટી

નવી દિલ્‍હી,તા. ૧: સોનાના આભુષણો જેટલા લોભાવે છે તેટલુ જ આકર્ષણ તેના રોકાણમાં પૈસા રોકે છે. તેમાં કરેલુ રોકાણ પણ બજારના ભૌતિક સોનાની જેમ જ કરના દાયરામાં આવે છે.

કેડીયા એડવાઇઝરી એમડી અજય કેડીયાએ જણાવ્‍યું કે ફીનપે, પેટીએમ, સહિત કેટલીક ડીજીટલ એપ સોનામાં રોકાણનો વિકલ્‍પ આપે છે. અહીં ૧૦૦ રૂપિયાથી શરૂઆત કરી શકાય છે. ડીજીટલ સોનું વેચવાની પરવાનગી સરકારી કંપની એમએમટીસી આપે છે. એટલે અહીંયા કરેલુ રોકાણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. જો કે તમે ડીજીટલ સોનુ ખરીદો તો તેના પર ત્રણ ટકા જીએસટી પણ ચૂકવવો પડશે.

બજારમાંથી ભૌતિક સોનુ ખરીદવા પર પણ આટલો જ જીએસટી લાગશે પણ તેની સાથે મેકીંગ ચાર્જ પણ લાગશે. જોવામાં આવે તો બન્ને પ્રકારના સોનામાં રોકાણ પર ત્રણ ટકા જીએસટી ચૂકવવો પડે છે પણ ડીજીટલ સોનામાં મેકીંગ ચાર્જનો ખર્ચ બચી જશે તે ઉપરાંત તેમાં ન તો મીલાવટનો ભય રહેશે. ના તો ખોવાઇ જવાની કે ચોરી થવાની ચિંતા.

ડીજીટલ સોનુ વેચવાથી થયેલ નફા પર બે પ્રકારે કર લાગે છે. જો રોકાણના ૩ વર્ષના વેચવામાં આવે તો સીધી રીતે કોઇ ટેક્ષ નહીં લાગે. આ વેચાણથી થયેલ નફાને વધારાની આવક ગણવામાં આવશે અને શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન કાર્ડ આપવુ પડશે. એક લાખના રોકાણ પર ૩૦ ટકા ફાયદો થયો અને વેચાણ જો ૦ ટકાના આવકવેરા સ્‍લેબમાં આવતો હોય તો ૩૦ હજારના નફા ૩ હજાર ટેક્ષ લાગશે.

(11:53 am IST)