Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

નવા નિયમ મુજબ એન્ડ ટુ એન્ડ એન્ક્રીટશન ઉપર સંકટ

સોશ્યલ મિડીયા મેસેજીંગ એપના પ્રાઇવસી ફીચર ઉપર ખતરો

નવી દિલ્હી,તા. ૧: મેસેજીંગ એપ વોટસએપ, ટેલીગ્રામ અને સિગ્નલને ભારતમાં લાખો યુઝર્સ માટે પોતાના સૌથી મોટા ગોપનીયતા પ્રસ્તાવ એટલે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શનને પુરૂ કરવું પડે છે. સરકારના નવા નિયમો મુજબ ફલૈઝ મેસેજના ઓરીજીનેટરની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. જે દેશની સુરક્ષા અને સંપ્રભુતા અને રેપ સંબંધીત ગંભીર પ્રવૃતિના અપરાધોનું મુખ્ય કારણ બને છે.

જો કે આલોચકોનું કહેવુ છે કે નવો નિયમ નિજતા અને અભિવ્યકિતની આઝાદીને નબળી કરશે. ટેલીગ્રામ, સિગ્નલ જેવા પ્લેટફોર્મ, જેણે હાલમાં ભારતમાં મોટી સંખ્યામાં યુઝર્સ મેળવ્યા છે. તેના ઉપર પણ નવા નિયમોનું પાલન કરવા સંબંધ દબાણ બનશે. વોટસઅપ અને સિગ્નલમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન છે. જ્યારે ટેલિગ્રામ અમુક ફીસર્ચ સાથે તે આપે છે. નવા નિયમ મુજબ ખોટા કન્ટેટ કે આપતીજનક પોસ્ટ કરનારની ઓળખ કંપનીઓએ જણાવવી પડશે.

જાણકારો મુજબ ભારત સરકાર દ્વારા બનાવાયેલ નિયમ સંભવતઃ લોકતાંત્રીક દેશોમાં સૌથી કડક છે. મેસેજીંગ એપ્સને ટ્રેસલીબીટીને સક્ષમ કરવા અને સ્વૈચ્છીક સત્યાપનના ભારતના આદેશને સમાયોજીત કરવા માટે પોતાની ટેકનીકલ બુનીયાદી ઢાંચા અને ઓપરેટીંગ મોડલને ટ્વીસ્ટ કરવો પડશે.

જો કે સુચના -પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવેલ કે મેસેજીંગ પ્લેટફોર્મ ઉપર એન્ક્રીપ્શન રોકવા ઉપર જોર નથી દઇ રહી સરકાર અમે તેને કન્ટેટના ખુલાસા માટે નહીં પણ શરૂઆત કોને કરી તે માટે સવાલ કરીશું.

નિયમો મુજબ બીજા યુઝર અથવા ઓરીજીનેટર સંબંધીત ઇન્ફોમેશન કે મેસેજના કન્ટેટનો ખુલાસો કરવા કોઇ પણ ઇન્ટમીડીયરીની જરૂર નહીં હોય. જો મેસેજ વિદેશીથી શરૂ થયેલ હોય તો ભારતમાં કન્ટેટ શેર કરનાર પહેલા વ્યકિતને પહેલો ઓરીજીનેટર મનાશે.

(4:32 pm IST)
  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST

  • મધ્યપ્રદેશમાં કેટલાય મોટા શહેરોના નામ બદલવાની તૈયારી : યોગીના પગલે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર અનેક મોટા શહેરના નામકારણ કરશે જેમાં ભારતીયતાની ઝલક દેખાશે: મુગલ અને અંગ્રેજરાજના પ્રતીક બનેલા શહેરના નામમાં સાંસ્કૃતિક બદલાવની તૈયારી : આ અગાઉ હોશંગાબાદનું નામ બદલી નર્મદાપુરમ કરાયું છે: સરકાર હવે ભોપાલને ભૂ -પાલ ,ગ્વાલિયરને ગોપનચાલ અને જબલપુરની જબાલીપુરમ નામ કરવાની તૈયારીમાં access_time 11:18 pm IST

  • ત્રણ રાજ્યોમાં આજથી નવા ચીફ સેક્રેટરી કાર્યરત બન્યા છે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી તરીકે સીતારામ કુંતે, બિહારના ચીફ સેક્રેટરી તરીકે અરુણ કુમાર સિંઘ અને કેરાળાના મુખ્ય સચિવ તરીકે ડોક્ટર વી પી જોય એ ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ બે અધિકારીઓ ૧૯૮૫ની બેચના છે જ્યારે ડો. જોય ૧૯૮૭ની બેચના છે. access_time 7:42 pm IST