Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કૃષિમાં પ્રાઇવેટ સેકટરને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે

નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે

નવી દિલ્હી, તા.૧: કોરોના વાયરસની રસી લગાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કામ કરવાનું ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે એક વેબિનારને સંબોધિત કર્યો, જેમાં બજેટમાં કૃષિ ક્ષેત્ર પર કયા પ્રકારે ફોકસ રાખવામાં આવ્યું છે તેના પર ચર્ચા થઇ. પીએમ મોદી એ કહ્યું કે હવે સમય આવી ગયો છે જયારે કૃષિ સેકટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને બળ આપવામાં આવે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેકટરમાં સાથે આવવું પડશે, દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે ઘણા નિર્ણય લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બજેટમાં એવા દ્યણા એવા નિર્ણય લેવામાં આવ્યા છે, જેનાથી સરકારના વિઝનની ખબર પડે છે. પીએમ મોદીએ કહ્યું કે જો ત્રણ દાયદા પહેલાં આ કામ થઇ જાય તો ખૂબ સારું થાય, પરંતુ હવે આપણે વર્તમાન અને ભવિષ્યને જોઇને કામ કરવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ દ્રારા ખેડૂતો સાથે-સાથે પ્રાઇવેટ પબ્લિક સેકટરને બળ મળશે. ખેડૂતોની ઉપજને વધુ વિકલ્પ મળવો, સમયની માંગ હવે માંગડાઓની પાસે જ એગ્રો ઇંડસ્ટ્રીની સંખ્યા વધારવાની રહેશે જેથી રોજગાર અહીં જ મળશે.

પોતાના સંબોધનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેતીની સાથે મત્સ્ય ક્ષેત્રમાં પણ અમારું ધ્યાન છે. પીએમ મોદીએ કહ્યું કે કોવિડ બાદ રેડી ટૂ ઇટ, રેડી ટૂ કુક જેવી પ્રોડકટની ડિમાન્ડ વધી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે કિસાન રેલથી નાના ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે અલગ-અલગ જિલ્લાઓને જોડવા માટે કલસ્ટર બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે નાના ખેડૂતો ટ્રેકટર લઇ શકતા નથી, એવામાં ટ્રેકટરને ભાડે આપવાની સુવિધા પર ભાર મુકવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે માટીની તપાસને લઇને ખેડૂતોને જાગૃત કરવા જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કૃષિમાં પણ પ્રાઇવેટ સેકટરની ભાગીદારી વધે, ફકત બીજ સુધી જ નહી પરંતુ તેને આગળ વધારવું જોઇએ.

પીએમ મોદીએ કહ્યું કે કોન્ટ્રાકટ ફાર્મિંગ લાંબા સમયથી દેશમાં થાય છે, પરંતુ તેને વેપારથી આગળ વધારવા પર ભાર મુકવો જોઇએ જયાં ખેડૂતોને વધુ ફાયદો થઇ શકે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્ર માટે પણ ભલામણ આવશે, સરકાર તેનાપર કામ કરશે.

(4:33 pm IST)