Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પંજાબ-હરિયાણા-હિમાચલ-યુપી-કોંગ્રેસના બાગી 'G-23' કરશે રેલીઃ વધારશે ટેન્શન

નવી દિલ્હી : કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે પક્ષના કથીત બાગી નેતાઓ વિવિધ રાજયોમાં રેલીઓ યોજવાની તૈયારી કરી રહ્યા છેઃ હરિયાણા-પંજાબ-હિમાચલ-યુપી- દિલ્હીમાં રેલીઓ યોજશેઃ સૌ પહેલા હિમાચલમાં રેલી યોજાશેઃ હિમાચલ આનંદ શર્માનું ગૃહ રાજય છેઃ રાજયસભામાં તેમને નેતાપદેથી હટાવાતા તેઓ નારાજ છેઃ હવે મલ્લિકાર્જુન ખડગે નેતા છેઃ જુનમાં યોજાનાર અધ્યક્ષની ચૂંટણીમાં પણ જી-ર૩ નેતાઓ તેમના ઉમેદવાર ઉતારે તેવી શકયતા છે.

(4:34 pm IST)
  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST

  • જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST

  • મમતા બેનરજીનો ધ્રુજારો : લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના તેજસ્વી યાદવને સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પંચનો કંટ્રોલ ભાજપ કરે તેવું અમને માન્ય નથી. access_time 7:41 pm IST