Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સેન્સેક્સમાં ૭૫૦, નિફ્ટીમાં પણ ૨૩૨ પોઈન્ટનો ઊછાળો

સ્થાનિક સકારાત્મક ડેટાને જોતા બજારમાં તેજીનો માહોલ : પાવરગ્રીડના શેરમાં સૌથી વધુ ૫.૯૪ ટકા તેમજ ઓએનજીસીના શેરમાં ૫.૪૦ ટકા ઉછાળો જોવા મળ્યો

નવી દિલ્હી, તા. : સ્થાનિક શેરબજારો સોમવારે . ટકાથી વધુ વધ્યા છે. તેનાથી છેલ્લા કેટલાક સત્રોમાં કરેક્શનને લીધે ધોવાયેલા રોકાણકારોને મોટી રાહત મળી છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, શેરના બજારોમાં સ્થાનિક સકારાત્મક ડેટાને કારણે વધારો જોવા મળ્યો હતો. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૪૯.૮૫ પોઈન્ટ એટલે કે .૫૩% વધીને ૪૯,૮૪૯.૮૪ પોઇન્ટ બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી ૨૩૨.૩૦ પોઇન્ટ અથવા .૬૦% વધીને ૧૪,૭૬૧.૫૦ પોઇન્ટ પર બંધ થયા છે.

નિફ્ટી પર પાવરગ્રિડ કોર્પોરેશન, ઓએનજીસી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ અને શ્રી સિમેન્ટ્સમાં સૌથી વધુ ભાવ વધ્યા હતા. તે સમયે, ભારતી એરટેલના શેરમાં ઘટાડો થયો.

પીએસયુ બેંક ઇન્ડેક્સ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. નિફ્ટી ઓટો, મેટલ અને એનર્જી સેક્ટર બે ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સ પર, પાવરગ્રીડના શેરમાં સૌથી વધુ .૯૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો. ઓએનજીસીના શેરમાં .૪૦ ટકાનો વધારો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં .૩૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો. એશિયન પેઇન્ટ્સનો શેર .૭૬ ટકા વધ્યો છે. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં .૫૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સિવાય ટાઇટન, એચડીએફસી, એચસીએલ ટેક, લાર્સન અને ટુબ્રો, મારુતિ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા અને મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, સન ફાર્મા, આઇટીસી, ઇન્ફોસીસ, બજાજ ફિનસર્વ, એસબીઆઇ, નેસ્લે ઇન્ડિયા, એનટીપીસી, ટીસીએસ, રિલાયન્સ , ડોક્ટર રેડ્ડીઝ, હિન્દુસ્તાન યુનિલિવર લિ., એક્સિસ બેક્ન, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેક્ન અને બજાજ ઓટોના શેર ઊંચા મથાળે બંધ રહ્યા હતા.

(7:55 pm IST)