Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કોરોના રસી માટે કોઇપણ રસી લગાવવા ગમે ત્‍યાંથી અને કોઇપણ સમયે સરળ રજીસ્‍ટ્રેશન કરાવી શકે છેઃ કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયની અપીલ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ પર લગામ લગાવવા માટે દેશમાં રસીકરણ અભિયાન હેઠળ સામાન્ય લોકોને કોવિડ વેક્સિન લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, કોઈપણ પાત્ર વ્યક્તિ રસી લગાવવા માટે ગમે ત્યાંથી અને કોઈપણ સમયે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કો-વિન એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના દ્વારા કોવિડ રસીકરણ પ્રક્રિયા પર નજર રાખવામાં આવે છે. સરકાર તેને અપગ્રેડ કરી રહી છે. તેના દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સમાં કામ કરનાર લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કોણ કરી શકે છે અરજી

60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક. 45 વર્ષથી વધુ ઉંમરના તે લોકો જે બીજી બીમારીઓથી પીડિત છે.

કેન્દ્ર પર રજીસ્ટ્રેશન

જે કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવી રહ્યું હોય ત્યાં જઈને લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યાં લોકોની મદદ માટે સ્વયંસેવક ઉપલબ્ધ હશે.

સરકારી કેન્દ્રો પર વેક્સિન ફ્રી

સરકારી રસીકરણ કેન્દ્રો પર વેક્સિન ફ્રી આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ચુકવણી કરવી પડશે. કેન્દ્ર સરકારે ખાનગી રસીકરણ કેન્દ્રો માટે પ્રતિ ડોઝ 250 રૂપિયાની ફી નક્કી કરી છે. તેમાં 150 રૂપિયા વેક્સિનની કિંમત અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ હશે.

કઈ રીતે થશે બુકિંગ

કો-વિન પોર્ટલ પર ખુદ પણ બુકિંગ કરી શકો છો. રાજ્ય તરફથી સત્તાવાર રસીકરણ કેન્દ્ર માટે ઉપલબ્ધ તારીખ તથા સમયની જાણકારી મળી જશે. તે તારીખ અને સમયે કેન્દ્ર પર જઈને તમે રસી લગાવી શકો છો. તમને આપેલી તારીખથી એક દિવસ પહેલા સુધી તેમાં ફેરફાર કરી શકાય છે.

રસીકરણ કેન્દ્રનો વિકલ્પ

કો-વિનના નવા વર્ઝનમાં જીપીએસની સુવિધા હશે. લાભાર્થી તેના દ્વારા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રની પસંદગી કરી શકે છે.

કોઈપણ રાજ્યમાં રસીકરણ

તે જરૂરી નથી કે લાભાર્થી પોતાના રાજ્યમાં કોવિડની રસી લગાવે. તે કોઈપણ રાજ્યમાં રસીકરણ કરાવી શકે છે.

બીમારીનું આપવું પડશે પ્રમાણપત્ર

45 વર્ષથી વધુ ઉંમરના બીમારીથી પીડિત લોકોએ તે સંબંધનું ચિકિત્સા પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે. માત્ર રજીસ્ટ્રેડ ડોક્ટર દ્વારા જારી પ્રમાણપત્રનો સ્વીકાર કરવામાં આવશે.

કઈ રીતે થશે રજીસ્ટ્રેશન

કોઈપણ વ્યક્તિ કો-વિન 2.0 પોર્ટલ કે આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એક મોબાઇલ નંબરથી ચાર લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકે છે, પરંતુ બધાનું ફોટો ઓળખ પત્ર અલગ હોવું જોઈએ. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, એનપીઆર સ્માર્ટ કાડ કે ફોટોવાળા રેશનકાર્ડથી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

આરોગ્ય સેતુ એપ દ્વારા પણ રજીસ્ટ્રેશન

કો-વિન આરોગ્ય સેતુ એપ વગેરે દ્વારા પણ રજીસ્ટ્રેશન તથા બુકિંગ સ્વીકાર કરવામાં આવશે.

તમને આમાંથી કોઈ બીમારી હોય તો મળશે કોરોના વેક્સિન

1. છેલ્લા એક વર્ષમાં, જો કોઈ વ્યક્તિ હૃદયની નિષ્ફળતાને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે

2. પોસ્ટ કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ / ડાબું ક્ષેપક સહાયક ઉપકરણ (એલવીએડી)

3. નોંધપાત્ર ડાબું ક્ષેપક સિસ્ટોલિક ડિસફંક્શન (LVEF <40%)

4. મધ્યમ અથવા ગંભીર વેલ્વ્યુલર હાર્ટ ડિસીઝ

5. ગંભીર પીએએચ અથવા આઇડિયોપેથિક પીએએચ સાથે જન્મજાત હૃદય રોગ

6. કોરોનરી ધમની બિમારી (સીએબીજી / પીટીસીએ / એમઆઈના ઇતિહાસ સાથે) અને હાયપરટેન્શન / ડાયાબિટીઝ સારવાર હેઠળ છે

7. કંઠમાળ અને હાયપરટેન્શન / ડાયાબિટીસ સારવાર

8. સ્ટ્રોક (સીટી / એમઆરઆઈ પરીક્ષણમાં) અને હાયપરટેન્શન / ડાયાબિટીઝ

9. પલ્મોનરી ધમની હાયપરટેન્શન અને હાયપરટેન્શન / ડાયાબિટીસ

10. ડાયાબિટીઝ (10 વર્ષથી વધુ અથવા મુશ્કેલીઓ સાથે) અને હાયપરટેન્શન

11. કિડની / યકૃત / હિમેટોપોએટીક સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ અથવા તેના વજનની સૂચિમાં શામેલ છે

12. હેમોડાયલિસિસ / સીએપીડી પર અંતિમ તબક્કાના કિડની રોગો

13. મૌખિક કોર્ટીકોસ્ટેરોઇડ્સ / રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી દવાઓનો લાંબા ગાળાના ઉપયોગ

14. ડિસમ્પેન્સેટેડ સિરોસિસ

15. છેલ્લા બે વર્ષ / એફઆઇવીઆઇ </ 50% માં તીવ્ર શ્વસન બિમારીને લીધે ક્યારેય હોસ્પિટલમાં દાખલ નથી

16. લિમ્ફોમા / લ્યુકેમિયા / મિલોમા

17. 1 જુલાઈ 2020 ના રોજ અથવા તે પછીની તપાસમાં કોઈપણ કેન્સર અથવા કોઈપણ કેન્સર ઉપચારની પુષ્ટિ

18. સિકલ સેલ રોગ / બોમ મેરો નિષ્ફળતા / Apપ્લેસ્ટિક એનિમિયા / થેલેસેમિયા મેજર

19. પ્રાથમિક રોગપ્રતિકારક રોગ / એચ.આય.વી ચેપ

20. બૌદ્ધિક અક્ષમતા / સ્નાયુબદ્ધ ડિસ્ટ્રોફી / એસિડ એટેક / અક્ષમ વ્યક્તિ / અંધત્વ / બહેરાશ જેવા વિકલાંગતાને કારણે ક્ષતિગ્રસ્ત શ્વસનતંત્ર.

(4:58 pm IST)