Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ધંધો બંધ કરી દો, ચુલ્હા ફૂંકો, જુમલા ખાઓ,,,ગેસના ભાવ વધતા રાહુલ ગાંધીએ કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર

કન્યાકુમારીમાં રાહુલ ગાંધીએ યુવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી : વિદ્યાર્થી સાથે પુશઅપ કર્યા

નવી દિલ્હી : એલપીજી ગેસમાં ભાવ વધારો થતા રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર ભડાશ કાઢી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રસોઇ ગેસની કિંમતમાં થયેલા વધારા પર લખ્યુ કે, LPG સિલિન્ડરના ભાવ ફરી વધી ગયા. જનતા માટે મોદી સરકારના વિકલ્પ, ધંધા બંધ કરી દો, ચુલ્હા ફૂંકો અને જુમલા ખાઓ. આ પ્રથમ વખત નથી જ્યારે રાહુલ ગાંધીએ મોંઘવારીના વિષય પર મોદી સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો હોય, આ પહેલા પણ તે અવાજ ઉઠાવતા રહ્યા છે. ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મોઘવારીને લઇને મોદી સરકાર ચારે તરફ ઘેરાયેલી છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારાને કારણે લોકોની પરેશાની વધી ગઇ છે. એવામાં રાજકીય દળોએ પણ સરકાર વિરૂદ્ધ પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ કન્યાકુમારી રોડ શો કર્યો હતો પરંતુ તે બાદ રાહુલ ગાંધીનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. કન્યાકુમારીમાં રાહુલ ગાંધીએ યુવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી આ દરમિયાન રાહુલ ગાંધી એક યુવા વિદ્યાર્થી સાથે પુશઅપ કરતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ અહી બાળકો સાથે ચર્ચા કરી હતી, આ દરમિયાન રાહુલ ગાંધીએ એક વિદ્યાર્થી સાથે આઇકિદો પરફોર્મ કર્યુ હતું. આઇકિદો બતાવ્યા બાદ રાહુલ ગાંધીએ એક વિદ્યાર્થીએ પુશઅપ કરવા માટે અપીલ કરી હતી, જે બાદ રાહુલ ગાંધીએ સ્ટેજ પર વિદ્યાર્થી સાથે પુશઅપ કર્યા હતા.

(7:12 pm IST)