Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આરએસએસ વિશેના આર્ટિકલમાં સ્વયંસેવકોની માનહાની કરાઈ હોવાનો દાવો દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યો : બિઝનેસ સ્ટાન્ડર્ડ, તથા તેના પત્રકાર મિતાલી સરન સામેનો લોહિતાક્ષ શુક્લાનો દાવો રદ કર્યો

ન્યુદિલ્હી : માર્ચ 2016 માં  “ધ લોંગ એન્ડ શોર્ટ ઓફ ઈટ ” શીર્ષક સાથે બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરમાં પત્રકાર મિતાલી સરને આરએસએસ વિષે આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો હતો.જેના વિરુદ્ધ લોહિતાક્ષ શુક્લાએ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો.જેમાં જણાવાયા મુજબ આર્ટિકલ તથ્યો પર આધારીત નહોતો .તેમાં સંઘ તથા સ્વયંસેવકો વિષે કેટલાક માનહાની સમાન વાક્યો હતા.

જે મુજબ  લેખમાં આરએસએસ સભ્યો પર ભારતીય  નાગરિકો ઉપર  જુલમ કરવાનો ,  માનસિક રીતે ખલેલ પહોંચાડવાનો તેમજ દેશના   રાષ્ટ્રીય પ્રતીકોનો  અનાદર કરવાનો, જાતિના ભેદભાવ કરવાનો સહીત આરોપો મુકવામાં આવ્યા હતા.જેથી આરએસએસના સ્વયંસેવક હોવાને કારણે તેમની પ્રતિષ્ઠા પર વિપરિત અસર પડી છે. તેવી રજૂઆતને ધ્યાને લઇ  દિલ્હી મેજિસ્ટ્રેલ કોર્ટે સમન જારી કર્યું હતું.

કાર્યવાહીને પડકારતા અરજદારો એટલે કે સરન અને અન્ય આરોપીઓએ દલીલ કરી હતી કે ફરિયાદ કાયદાની પ્રક્રિયાના  સંપૂર્ણ દુરુપયોગ સમાન છે જે તેમને હેરાન કરવા માટે દાખલ કરવામાં આવી છે. તેઓએ રજૂઆત કરી હતી કે આર્ટિકલમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 499 તથા 500 મુજબ  કોઈ ગેરકાયદેસરતા કે અપરાધ  આવતા નથી તેથી અરજી ફગાવી દેવાને પાત્ર છે.

કેસના અનુસંધાને ન્યાયમૂર્તિ સુરેશકુમાર કૈટની સિંગલ જજ બેંચે તારણ કાઢ્યું હતું કે ફરિયાદી પોતે આ કેસમાં કઈ રીતે વ્યથિત હતો તે બાબત કાયદાકીય રીતે પુરવાર કરવામાં નિષ્ફ્ળ ગયેલ છે .તેના નિર્ણય પર પહોંચવા માટે, કોર્ટે શ્રેણીબદ્ધ ચુકાદાઓ અને સંબંધિત કાનૂની જોગવાઈઓનો ઉપયોગ કર્યો હતો.નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે
"હાલના કિસ્સામાં, પ્રતિષ્ઠાને કેવી રીતે નુકસાન પહોંચ્યું  હતું તે સ્થાપિત કરવા માટે કોઈ પુરાવા આપ્યા નથી અથવા કહેવાતા લેખના પરિણામે તેના નૈતિક અથવા બૌદ્ધિક વ્યક્તિત્વને  ઓછું આંકવામાં આવ્યું તેવું પુરવાર થતું નથી. જોકે, તેણે દાવો કર્યો હતો કે તેના મિત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ લેખના પરિણામે આરએસએસને છોડી દો પરંતુ તેઓ આ નિવેદનના સમર્થનમાં સાક્ષી તરીકે કોઈને પણ લાવ્યા નથી તેમજ આર્ટિકલ તેમની  કોઈ પણ પ્રકારની બદનામી કરે  છે અથવા તે આરએસએસની પ્રતિષ્ઠામાં ઘટાડો કરે છે  તેવું સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે  તેથી તે ફગાવી દેવા પાત્ર છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:54 pm IST)
  • રીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST

  • મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે: પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ: મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST