Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ચુંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર બન્યા

ચુંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો : ચુંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરે વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીેનાં વડા પ્રધાન પદ માટે અભિયાનની કમાન સંભાળી હતી

નવી દિલ્હી, તા. : ચુંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર હવે પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર હશે, પંજાબ કેબિનેટે તેમની નિમણુક પર સિક્કો મારી દીધો છે, પ્રશાંત કિશોરને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રશાંત કિશોરની નિમણુક એવા સમય પર થઇ છે, જ્યારે તે પશ્ચિમ બંગાળ વિધાન સભા ચુંટણીમાં તૃણમુલની સફળતા અપાવવા માટે પાર્ટીની રણનિતી બનાવવામાં લાગ્યા છે, હવે જોવાની રસપ્રદ રહેશે  કે ટીએમસીનું વલણ શું થાય છે.

પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહએ પણ ટ્વીટ કરીને માહિતી આપી છે, અમરિંદર સિંહે ટ્વિટ કર્યું, જણાવતા હું ખુશી અનુભવું છું કે કિશોર હવે  મારા મુખ્ય સલાહકાર હશે, પંજાબનાં લોકોની સુખાકારી માટે સાથે કામ કરવા અંગે હું આશાન્વીત છું. કિશોરે વર્ષ ૨૦૧૭માં પંજાબ વિધાન સભા દરમિયાન કોંગ્રેસનમાં ચુંટણી અભિયાનની ધુરા સંભાળી હતી, વર્તમાનમાં કિશોરની કંપની ઇન્ડિયન પોલિટિકલ એક્સન કમિટિ પશ્ચિમ બંગાળ ચુંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસની મદદ કરી રહી છે.

કિશોરે વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચુંટણીમાં નરેન્દ્ર મોદીનાં વડા પ્રધાન પદ માટે અભિયાનની કમાન સંભાળી હતીતેમણે નિતીશ કુમારની પાર્ટી જેડીયુમાં નંબર બેની ભુમિકા પણ નિભાવી હતી, પરંતું થોડા સમયમાં તે અલગ થઇ ગયા હતાં.

(9:05 pm IST)