Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

દેશમાં કોરોનાનો કાળોકેર : તમામ રેકોર્ડ તૂટ્યા : નવા 4 લાખથી વધુ કેસ : 2,98 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : વધુ 3521 લોકોના મોત : 32,63 લાખથી વધુ એક્ટીવ કેસ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,919 નવા કેસ : ઉત્તર પ્રદેશમાં 34,372 કેસ, કર્ણાટકમાં 48,296 કેસ, કેરળમાં 37,199 કેસ, દિલ્હીમાં 27,047 કેસ, છત્તીસગઢમાં 14,994 કેસ, રાજસ્થાનમાં 17,155 કેસ, મધ્યપ્રદેશમાં 12,400 કેસ, ગુજરાતમાં 14,605 કેસ, બિહારમાં 15,853 કેસ, તામિલનાડુમાં 18,692 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,411 કેસ, આંધ્ર્પ્રદેશમાં 17,354 કેસ, હરિયાણામાં 13,833 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 4,01,911 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3521 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.11,835 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 4,01,911 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,91,57,094 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 32,63,966 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.98,951 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.56,73,003 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં  મ હારાષ્ટ્રમાં સૌથી વધુ 62,919 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 34,372 કેસ, કર્ણાટકમાં 48,296 કેસ, કેરળમાં 37,199 કેસ, દિલ્હીમાં 27,047 કેસ, છત્તીસગઢમાં 14,994 કેસ, રાજસ્થાનમાં 17,155 કેસ, મધ્યપ્રદેશમાં 12,400 કેસ,ગુજરાતમાં 14,605 કેસ, બિહારમાં 15,853 કેસ, તામિલનાડુમાં 18,692 કેસ,પશ્ચિમ બંગાળમાં 17,411 કેસ, આંધ્ર્પ્રદેશમાં 17,354 કેસ, હરિયાણામાં 13,833 કેસ  નોંધાયા છે

(12:00 am IST)