Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

યોગી સરકાર કાયદો લાવશે

ઉત્તરપ્રદેશમાં હવે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનશે

ખોટી માહિતી આપનારને થશે બે વર્ષની જેલ અને ૧૦ હજારનો દંડ ફટકારાશે

લખનૌ,તા. ૧ : ઉત્તરપ્રદેશમાં ટૂંક સમયમાં જ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજીયાત થઇ જશે. આના માટે યુપી સરકારે કમર કસી લીધી છે. રાજ્ય વિધી આયોગે મુસદ્દો તૈયાર કરી લીધો છે. આયોગના અધ્યક્ષ રિટાયર્ડ જજ એન.એન.મિતલે પોતાનો રિપોર્ટ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સોંપી દીધો છે. તેનો અભ્યાસ કર્યા પછી તે જલ્દી લાગુ થઇ જશે.

લગ્નના રજીસ્ટ્રેશનમાં જો કોઇ વ્યકિત ખોટી માહિતી આપશે તો તેને બે વર્ષની જેલ અને ૧૦ હજાર દંડની પણ ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, પંજાબ, મેઘાલય, તમિલનાડુ, ઝારખંડ, હરિયાણા, દિલ્હી, અને ઉત્તરાખંડમાં લગ્નના ફરજીયાત રજીસ્ટ્રેશનનો કાયદો બની ચૂકયો છે.

(2:49 pm IST)