Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

મોદીના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્ના છે અને રાહુલ ગાંધીઍ નફરતનું બજાર ફેલાવવાનું બંધ કરી દેવુ જાઇઍઃ ભાજપના નેતા રવિશંકર પ્રસાદ

કોîગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સામે વળતો પ્રહાર

નવી દિલ્હીઃ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીઍ કરેલા નિવેદન સામે પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચેલા રાહુલ સતત કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. હવે ભાજપે રાહુલ પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ભારતની ટીકા કરવી રાહુલ ગાંધી માટે નવી વાત નથી. આ ઉપરાંત ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે અને રાહુલ ગાંધીએ નફરતનું બજાર ફેલાવવાનું બંધ કરી દેવું જોઈએ.
રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આજે ભારતનો સર્વાંગી વિકાસ થયો છે. અમારી સરકાર ગરીબો અને ખેડૂતોની ચિંતા કરે છે. ભારતે 90 હજાર કરોડ રૂપિયાના મોબાઈલની નિકાસ કરી છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં તેમનું કોઈ સાંભળતું નથી, તેથી તેમને વિદેશમાં જઈને ભારતની ટીકા કરવી પડે છે. રાહુલ ગાંધી વિદેશમાં ભારતની પ્રતિભા અને છબીને ખરડી રહ્યા છે. વિદેશમાં ભારતની છબી ખરાબ કરવી એ રાહુલ ગાંધીનું લક્ષ્ય બની ગયું છે. આ કોઈ નવી વાત નથી. લંડન, સિંગાપોર, જર્મનીમાં જે કહ્યું હતું તે હવે તેઓ અમેરિકામાં કહી રહ્યા છે.
ડેટા હેક અંગે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છેઃ રવિશંકર પ્રસાદ
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપા નેતા રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદીની લોકપ્રિયતાને સ્વીકારી શકતા નથી. રાહુલ ગાંધી ડેટા હેક અંગે ખોટું બોલી રહ્યા છે. તે તેમના અંગત ફોન વિશે છે. રાહુલ ગાંધી થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે લોકોને લાગે છે કે તેમના ફોનનો ડેટા હેક થઈ રહ્યો છે, તેમણે પોતાનો ફોન નિષ્ણાત સમિતિ સમક્ષ જમા કરાવવો પડશે. પરંતુ રાહુલ ગાંધીની હિંમત થઈ નહીં. જ્યારે આરોપોની તપાસનો સમય આવે છે ત્યારે રાહુલ ગાંધી સહકાર આપતા નથી. સત્ય સામે આવી ન જાય તેની તેમને બીક લાગે છે.
રાહુલ ગાંધી ખુદ સંસ્થાઓનું સન્માન કરતા નથી
આજનો વિષય ભારતની અર્થવ્યવસ્થા પર હતો, પરંતુ રાહુલ ગાંધી વિદેશ જઈને આવી વાતો કરે છે. ભારતના નવા સંસદ ભવનનો બહિષ્કાર કરવો એ સંસ્થાનું અપમાન છે. ચૂંટણી પંચ વિશે ખરાબ બોલવું એ સંસ્થાનું અપમાન છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દબાણ લાવવાની વાત કરવી એ પણ સંસ્થાનું અપમાન છે. શું આ રાહુલ ગાંધીનું સંસ્થાઓ પ્રત્યેનું સન્માન છે? રાહુલ ગાંધી પોતે સંસ્થાઓનું સન્માન કરતા નથી અને વિદેશ જઈને બળાપો કાઢે છે.

(5:15 pm IST)