Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઉદ્ધવ ઠાકરેનો માસ્‍ટર સ્‍ટોક ! : શિંદે જૂથનાં બળવાખોર ધારાસભ્‍યોને વિધાનસભામાં એન્‍ટ્રી ન કરવા દેવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ઉદ્ધવ જૂથ રાજ્‍યપાલનાં આદેશને પડકાર આપવાની તૈયારીમાં : કહયુ - અયોગ્‍યતાને લઈને ૧૨ જૂલાઈ સુધી કોઈ નિર્ણય લેવાવો ન જોઈએ અને જ્‍યાર સુધી આ નિર્ણય ન થાય ત્‍યાં સુધી તેમને સસ્‍પેન્‍ડ રાખો !

મુંબઈ તા.૦૧ : મહારાષ્ટ્રમાં સત્તા પરીવર્તન આવી ગયુ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથ જાણે લડી લેવાનાં મૂડમાં હોય તેમ શિંદે જૂથ વિરૂધ્‍ધ સુપ્રિમ કોર્ટમાં બિજી અરજી નાખી છે. જેમા શિવસેનાનાં બળવાખોર ૩૯ ધારાસભ્‍યોને વિધાનસભામાં પ્રવેશ ન આપવા માંગ કારવામાં આવી છે. જેમાં નિયમોનુસાર જે વ્‍યક્‍તિ પર ચાલતા કેસની સુનાવણી બાકી હોય તેમને વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા પર પ્રતિબંધ હોય છે. જેથી આ બાળવાખોરેને વિધાનસભામાં પ્રવેશ ન આપવા અરજી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં બળવાખોર નેતા એકનાથ શિંદેના નેતૃત્વવાળી નવી સરકારના ગઠન બાદ મહાવિકાસ અઘાડીએ ફરી એક વાર શિવસેનાના 39 બળવાખોર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

મહાવિકાસ અઘાડી તરફથી એક નવી અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માગ કરવામાં આવી છે કે, કોર્ટ તમામ બળવાખોર ધારાસભ્યોને આવતા રોકે. કહેવાયુ છે કે, જેના વિરુધ્ધ હજૂ પણ સુનાવણી ચાલુ છે, અથવા તો બાકી છે, તેમના વિરુદ્ધ વિધાનસભાની કાર્યવાહીમા સામેલ થવા પર પ્રતિબંધ લગાવામાં આવે. સુપ્રીમ કોર્ટની અરજી પર સુનાવણી માટે 11 જૂલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે.

મંજૂરી ન મળવી જોઈએ

સત્તામાંથી હટ્યા બાદ મહાવિકાસ અઘાડીના બળવાખોર ધારાસભ્યો જે ભાજપના મહોરા તરીકે કામ કરી રહ્યા છે, સાથે જ જે પક્ષપલ્ટાનું સંવૈધાનિક પાપ કરી રહ્યા છે. તેમને વિધાનસભાના સભ્ય તરીકે રહેવાની મંજૂરી આપીને તેમના પાપને ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

રાજ્યપાલના આદેશને પડકાર આપવાની તૈયારી

ઉદ્ધવ જૂથે તર્ક આપ્યો છે કે, ટીમ એકનાથ દ્વારા કરવામા આવેલા બળવા બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરેની જ છે. તેમને 23 જૂનના રોજ શિવસેના અધ્યક્ષ તરીકે ચૂંટવામા આવ્યા હતા. જ્યારે શિવસેના સંગઠનાત્મક ચૂંટણી થઈ હતી. તો વળી 27 જૂનને ચૂંટણી પંચને આ બાબતે વિધિવત સૂચિત કરવામાં આવ્યા હતા. ત્યારે આવા સમયે ઉધ્ધવ ઝુકવાના મૂડમાં નથી. તે એકનાથ શિંદને સરકાર બનાવવા માટે આમંત્રિત કરનારા રાજ્યપાલના આદેશને પડકાર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ઉદ્ધવ જૂથે કહ્યું કે, ફક્ત ફ્લોર ટેસ્ટ નિર્ધારિત હતો. ત્યારે આવા સમયે અયોગ્યતાને લઈને 12 જૂલાઈ સુધી કોઈ નિર્ણય લેવાવો જોઈએ નહીં. તો વળી જ્યાં સુધી અયોગ્યતાનો નિર્ણય થઈ ન જાય. તેમને સસ્પેન્ડ રાખો. ઉદ્ધવ જૂથ તરફથી વકીલ સિબ્બલે કહ્યું કે, હજૂ સુધી બળવાખોર જૂથે કોઈ પણ પ્રકારનું વિલય કર્યુ ંનથી. તેથી મૂળ જૂથનો નિર્ણય ચૂંટણી પંચ જ કરી શકે. તેના પર એસીસીએ કહ્યું કે, તે મુખ્ય કેસમાં આ મુદ્દાને કંસિડર કરશે.

(10:35 pm IST)