Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઓવૈસીનાં ૪ ધારાસભ્યો લાલુનાં લાલ તેજસ્વી સાથે જોડાયા : મહારાષ્ટ્ર પર નજર રાખી બેસેલ ઓવૈસીની પાછળ બિ હારમાં મોટો ખેલ થઈ ગયો !

લાલુ યાદવ મિ શન તેજસ્વીની આગામી પાસા તૈયાર કરશે તેવી ચર્ચા ! : મહાગઠબંધન બનાવી રાજ્યમાં સત્તાથી લાલુની પાર્ટી માત્ર ૬ ધારાસભ્યો દૂર !

બિહાર તા.૦૧ : જ્યારે બધાની નજર મહારાષ્ટ્ર પર હતી. ત્યારે લાલુના લાલ તેજસ્વીએ છાના-માના ઓવૈસીનાં ૫ ધારાસભ્યો પૈકી ૪ ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ભેળવી લીધા છે. જેને લઈ ઓવૈસીની બિ હાર ટીમમા ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજકીય પંડિ તો આને લાલુનાં મિ શન તેજસ્વીનીનો એક ભાગ ગણાવી રહયા છે. એક રીતે જોઈએ તો મહાગઠબંધનને હવે સરકાર બનાવવા માટે માત્ર ૬ ધારાસભ્યોની જરૂર છે.

બુધવારે રાજકીય પંડિતો અનુમાન લગાવવામાં વ્યસ્ત હતા કે ઉદ્ધવ ઠાકરે હવે શું કરશે?

ઓવૈસી એક પછી એક હુમલા કરી રહ્યા હતા.પરંતુ તેઓઅે જાણતા ન હતા કે  બિહારમાં તેમના જ ઘરમાં આગ લાગી હતી. આગ એવી હતી કે ધુમાડો પણ દેખાતા ન હતો અને જ્યારે તે દેખાયો ત્યારે AIMIMના ઘરમાં નાસભાગ મચી ગઈ હતી. 5માંથી 4 ધારાસભ્યો લાલુના લાલ તેજસ્વી સાથે જોડાયા. પરંતુ હવે ચર્ચા છે કે લાલુએ ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ આ પ્રકારની રાજનીતિમાં ભાજપથી માત્ર બે ડગલાં આગળ ચાલે છે. કોઈને ભનક પણ ન આવી અને ઓવૈસી ના 4 ધારાસભ્ય આરજેડીમાં જોડાઇ ગયા.

તો શું આ બધુ લાલુ પ્રસાદના મિશન તેજસ્વીનો ભાગ છે? લાલુ યાદવ વિશે એવું કહેવાય છે કે જો તેમણે કોઈ રાજકીય યોજના તૈયાર કરી હોય તો તેને મિશનનો આકાર આપી દે છે. તે પછી તેઓ કહેતા નથી, પરંતુ કરીને બતાવે છે. આ પહેલા પણ બિહાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં આરજેડીએ વિપક્ષના ધારાસભ્યો સાથે હંગામો કર્યો હતો.

બીજા દિવસે એટલે કે સોમવારે તેજસ્વી સત્રમાં હાજર થયા ન હતા અને જ્યારે ચોથા દિવસે તેઓ હાજર થયા ત્યારે ઓવૈસીના AIMIMના ચાર ધારાસભ્યો પણ હાજર હતા. તમામ રાજકીય પંડિતો, અસદુદ્દીન ઓવૈસીએ પણ પોતાની નજર મહારાષ્ટ્ર પર રાખી અને અહીં બિહારમાં મોટો ખેલ થઇ ગયો.

બિહારનું આંકડાકીય સમીકરણ જોઇએ તો મહાગઠબંધન રાજ્યમાં સત્તાથી માત્ર 6 ધારાસભ્યો દૂર છે. એટલે કે લાલુ યાદવની પાર્ટી આરજેડી ગઠબંધન પાસે 116 ધારાસભ્યો છે. બિહારમાં બહુમતનો આંકડો 122 છે. ઔવેસી પાસે માત્ર AIMIM ના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઈમાન જ બચ્યા છે.

RJD સુપ્રીમો લાલુ યાદવ આ દિવસોમાં પટનામાં છે. જો તમે આખા મહાગઠબંધનનો ડેટા ન લો તો પણ માત્ર RJD-JDUનો આંકડો પણ મેજિક નંબરથી આગળ વધી જાય છે. એટલે કે તેજસ્વીના 80 અને નીતીશના 46 ધારાસભ્યોની સંખ્યા 126 પર પહોંચે છે,જ્યારે બહુમતીનો આંકડો માત્ર 122 છે.આજકાલ તેજસ્વી અને નીતિશની નિકટતાની ચર્ચા પણ વધુ ચાલી રહી છે.

બિહારમાં બદલાયેલી સત્તાના નવા આંકડાઓએ ભાજપની ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મંગળવારે પટના પહોંચતાની સાથે જ નીતિશ કુમારને મળવા માટે સૌથી પહેલા CM આવાસ પર ગયા હતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એવા પણ સમાચાર છે કે JDUને કેન્દ્રીય કેબિનેટમાં બે બેઠકોની ઓફર કરવામાં આવી છે. આરસીપી સિંહે હજુ સુધી મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું નથી.

(11:25 pm IST)