Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય: હવે સેના પર ફિલ્મ કે વેબ સિરીઝ બનાવતા પહેલા લેવું પડશે એનઓસી

ભારતીય સૈન્યના જવાનો અને લશ્કરી વર્દીના અપમાનજનક ઉપયોગની ફરિયાદ બાદ નિર્ણય

નવી દિલ્હી : દેશના સંરક્ષણ મંત્રાલયે ફિલ્મ અને વેબ સિરીઝમાં ભારતીય સૈન્યના જવાનો અને લશ્કરી વર્દીના અપમાનજનક ઉપયોગની કેટલીક ફરિયાદો મળી છે. આ ફરિયાદને પગલે અનૌપચારિક રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC),MEITY) અને પ્રસારણ મંત્રાલયને કહ્યું હતું કે, ભારતીય સેના પર ફિલ્મ / દસ્તાવેજી / વેબ સિરીઝનું પ્રસારણ કરતા પહેલા પ્રોડક્શન હાઉસે સંરક્ષણ મંત્રાલય પાસેથી NOC પ્રાપ્ત કરવી પડશે. NOC વગરની ફિલ્મનું પ્રસારણ થઇ શકશે નહીં.

 

   સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને માહિતી પ્રસારણ મંત્રાલયને પણ સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ દળોની છબીને બગાડનારા અને સંરક્ષણ કર્મચારીઓ અને દિગ્ગજોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ઘટનાઓને રોકવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે

 

સંરક્ષણ મંત્રાલયને મળેલી ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું છે કે એએલટી બાલાજી પર પ્રસારિત વેબ સીરીઝ કોડ એમ અને જી 5 ના એક્સએક્સસેન્સર (સીઝન -2) જેવી શ્રેણીમાં સૈન્ય વિશે કેટલાક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જે વાસ્તવિકતાથી ખુબ દૂર છે.

(8:22 am IST)