Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

લેઉઆ પાટીદાર સમાજ ઓફ યુએસએના ઈતિહાસમાં સૌપ્રથમવાર મહિલા પ્રેસિડેન્ટ તરીકે નયના નેન્સી પટેલ ચૂંટાયા

લેઉઆ પાટીદાર સમાજ (એલપીએસ) ઓફ યુએસએમાં વર્ષ ૨૦૨૦-૨૧ની મુદત માટે નયના નેન્સી   પટેલ ચૂંટાઈ આવ્યા છે. એલપીએસ ઓફ યુએસએનાં ૩૧ વર્ષનાં ઈતિહાઇમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવનારા નયના   નેન્સી   પટેલ સૌ પ્રથમ મહિલા છે. ગુજરાતમાં સુરતનાં બારડોલી પાસેનાં સોયાલી ગામના મૂળવતની અને કુંભારિયામાં પિયર ધરાવતા નયના   નેન્સી   પટેલ એલપીએસ ઓફ યુએસએ સાથે જુલાઈ ૨૦૦૯થી સંકળાયેલા છે. છેલ્લા ૧૦ વર્ષમાં તેમણે એલપીએસ ઓફ યુએસએનાં પ્રત્યેક ડિપાર્ટમેન્ટસમાં સેવાઓ આપી છે. તેમણે છ નેશનલ કન્વેન્સન્સ અને ચાર સુપર રિજનલ કોન્ફરન્સીઝનું સંચાલન કર્યું છે. શરૂઆતનાં વર્ષાનાં વિમેન કોન્ફરન્સીઝ અને વિમેન્સ એમ્બેસેડર પ્રોગામ પ્લેટફોર્મનું સર્જન કરવાનું શ્રેય પણ નયના   નેન્સી   પટેલને જાય છે.  પ્રેસિડેન્ટ તરીકે હોદ્દાનો કાર્યભાર સંભાળતા નયના   નેન્સી   પટેલે એલપીએસ ઓફ યુએસએનાં સભ્યોને પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવનારા આયોજનોની રૂપરેખાઓ વર્ણાવી હતી. તેમણે વર્તમાન મહામારી કોવિડ ૧૯નાં પડકારોનો સામનો એકસંપ થઈને કરવાની હાકલ કરતા જણાવ્યું કે, કોવિડ-૧૯ને કારણે માત્ર શારીરિક નહિ, માનસિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા છે. તેમણે એલપીએસ સમુદાયને હેલ્થ, હેપ્પીનેસ એન્ડ રિલેશનશીપ્સ સૂત્રને સાકાર કરવા અને લક્ષ્ય આપવાની જરૂરિયાત પર ભાર મુકયો હતો. નયના   નેન્સી   પટેલે એલપીએસ ઓફ યુએસએનાં સભ્યોને જણાવ્યું કે, આપ સૌના તરફથી કેવી રીતે સૌ ખુશ રહી શકે? તે અંગેનાં પ્રતિભાવો મળી રહે તે અંગેની જરૂરિયાત પર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું કે, હેપ્પીનેસ તે રેડીમેઈડ રેસિપી નથી, પરંતુ તે આપણા સૌના પગલાંઓથી જ સર્જાય છે. અત્યારનાં સમયમાં આપણા સૌ વચ્ચેનું અંતર વધી રમાું છે. વધી રહેલા અંતરથી ભવિષ્યની યુવા પેઢીમાં ખોટા સંદેશાઓ જાય છે. આ વર્ષ દરમિયાન આવું અંતર દૂર થાય અને આપણે સૌ આપણા પરિવાર, મિત્રવર્તુળ અને સમુદાય સાથે સંકળાઈએ તે માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું. આ માટે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ અને ટેકનોલોજીનો પણ પૂરેપૂરો ઉપયોગ કરીશું તેમ નયના   નેન્સી   પટેલે જણાવ્યું હતું. એલપીએસ ઓફ યુએસએનાં તમામ સભ્યો આધારસ્તંભ છે અને આપણે એકજૂટ થઈને લેઉઆ મેમ્બર્સ મેટર માટે કાર્યરત થઈશું તેમ પણ નયના   નેન્સી   પટેલે જણાવ્યું હતું.

(11:20 pm IST)