Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પીએમ મોદીના ફોટા પર મુસ્લિમ મહિલાઓએ બાંધી રાખડી: ત્રિપલ તલ્લાકના કાયદા માટે માન્યો આભાર

મુસ્લિમ મહિલાઓ ભૈયા મેરે રાખી કે બંધનકો નિભાના જેવા ગીતો ગણગણી

 

વડાપ્રધાન મોદીનાં સંસદીય વિસ્તારની મુસ્લિમ મહિલા પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાને ઉઠાવેલા પગલાને કઈ રીતે ભુલી શકે છે, વારાણસીની મુસ્લિમ મહિલાઓએ પીએમ મોદીને પોતાના ભાઈજાન માનીને તેમના ફોટા પર રાખડી બાંધીને તેમનો આભાર માન્યો હતો.

  વારાણસીના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર દાલમંડીમાં મુસ્લિમ મહિલાઓએ પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાન મોદીને ખાસ અંદાજમાં યાદ કર્યા કેમકે આજનાં દિવસે મોદી સરકારે મુસ્લિમ મહિલાઓ માટે કાયદો બનાવીને ત્રણ તલાક જેવી સામાજીક કુરીતિથી એમને આઝાદી જે અપાવી હતી. રક્ષાબંધનનાં માહોલમાં મુસ્લિમ મહિલાઓએ ભૈયા મેરે રાખી કે બંધનકો નિભાના જેવા ગીતો ગણગણીને મોદીજીના ફોટા પર રાખડી બાંંધી સાથે સાંકેતિક રૂપે મોઢું મીઠું કરાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:58 pm IST)