Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

નાના વેપારીઓને રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર

કેન્દ્ર સરકાર લોન રિસ્ટ્રકચરિંગ માટે આરબીઆઈ સાથે મળી તત્પરતાથી કામ કરી રહી છે, જેથી કંપનીઓને હાલના સંકટમાં રાહત મળી શકે

નવી દિલ્હી,તા.૧ : નાણામંત્રી નિર્મલા સિતારમ  ને શુક્રવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર લોન રિસ્ટ્રકચરિંગ  માટે આરબીઆઈ સાથે મળી તત્પરતાથી કામ કરી રહી છે, જેથી કંપનીઓને હાલના સંકટમાં રાહત મળી શકે. નાણામંત્રીએ ફિક્કિ સાથે વાતચીતમાં કહ્યું કે, રિસ્ટ્રકચરિંગ પર જ ફોકસ છે. લોન રિસ્ટ્રકચરિંગ પ્રક્રિયામાં લોનની શરતોમાં ફેરફાર થાય છે જેથી બેન્કો લેણદારને પુનૅં ચૂકવણીનો વધારે સમય આપે અથવા વ્યાજદર ઘટાડે.

નિર્મલા સિતારમને કહ્યું કે, હોસ્પિટેલિટી સેકટરની સમસ્યાને સમજે છે કે, તેમના લોનનો સમયગાળો વધારવામાં આવે અથવા રિસ્ટ્રકચરિંગની સુવિધા આપવામાં આવે. કોવિડ-૧૯ આઉટબ્રેક બાદ આ સેકટર સૌથી વધારે પ્રભાવિત સેકટરમાંથી એક છે. કોવિડ-૧૯ સંકટથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કે સળંગ અનેક પગલા ભર્યા છે. પરંતુ, હજુ પણ કેટલાક રાજયોમાં આંશિક લોકડાઉનના કારણથી બિઝનેસની સાથે ઉધારકર્તાઓ પર પણ અસર પડી છે.

હવે આ સેકટરને આશા છે કે, કેન્દ્ર સરકાર બીજા તબક્કાના નાણાકીય રાહતની જાહેરાત કરશે. સાથે આરબીઆઈ પાસે આશા રાખવામાં આવી રહી છે કે, ૩૧ ઓગસ્ટ બાદ માટે તે પણ લોન મોરેટોરિયમ પર કોઈ નિર્ણય લે. જોકે, એસબીઆઈ ચેરમેન રજનીશ કુમાર અને એચડીએફસી બેન્કના ચેરમેન દીપક પારેખ આ પક્ષમાં છે કે, આરબીઆઈ લોન મોરેટોરિયમનો સમયગાળો આગળ ન વધારવામાં આવે.નાના વેપારીઓને લોન આપવાની ના નથી પાડી શકતી બેન્ક

આજે ફિક્કિ સાથે વાતચીત દરમિયાન નાણામંત્રીએ એકવાર ફરી કહ્યું કે, નાના વેપારીઓ માટે બેન્ક લોન આપવાની ના નહીં પાડે. હાલમાં જ સરકારે નાના વેપારીઓ માટે ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી લેન્ડિંગ સ્કીમ હેઠળ લોન આપવાની જાહેરાત કરી હતી. નિર્મલા સિતારમને કહ્યું કે, શ્નપ્લ્પ્ચ્દ્ગચ ઈમરજન્સી ક્રેડિટ સુવિધા હેઠળ લોન આપવાની બેન્કો ના નથી પાડી શકતી. જો કોઈ બેન્ક ના પાડે તો, આનો રિપોર્ટ કરવાનો, હું આ મામલાને જોઈશ.

દેશની ટોપ પ્રાઈવેટ અને પબ્લીક બેન્કોના પ્રમુખ સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે, જરૂરિયાતમંદ સેકટર્સ માટે જરૂરી લોન આપે. પીએમએ વિશેષ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રની વાત કરી હતી.

સીતારમને એ પણ કહ્યું કે, નાણા મંત્રાલય ઈન્ફાસ્ટ્રકચર ફાયનાન્સિંગ માટે ડેવલપમેન્ટ ફાયનાન્સ ઈન્સ્ટીટ્યૂશન એટલે કે, ડીએફઆઈ સેટઅપ કરવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, તેના પર કામ ચાલી રહ્યું છે. જેવું પુરૂ થઈ જશે, અમે આ મામલે જાણકારી આપીશું.

(10:32 am IST)