Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દેશભરમાં બકરી ઇદની ઉજવણી : જામા મસ્જિદમાં અદા કરવામાં આવી ઇદની નમાઝ

લોકોને થર્મલ સ્ક્રિનિંગ કર્યા પછી જ મસ્જિદમાં પ્રવેશ અપાયો

નવી દિલ્હી તા. ૧ : દેશભરમાં ઈદ-ઉલ-આઝહા એટલે કે બકરીઇદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીની જામા મસ્જિદમાં ૧ ઓગસ્ટ, શનિવારે સવારે લોકોએ નમાઝ પઢી હતી. સવારે ૬.૦૫ કલાકે દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ પઢવામાં આવી હતી.

કોરોના સંકટને લીધે, મસ્જિદ વહીવટી તંત્રના લોકોએ જામા મસ્જિદમાં નમાઝ પઢવા આવતા લોકોને વારંવાર એકબીજાથી અંતર જાળવવાની અપીલ કરી હતી. જામા મસ્જિદમાં તૈનાત પોલીસકર્મીઓએ લોકોને થર્મલ સ્ક્રિનિંગ કર્યા પછી જ મસ્જિદમાં પ્રવેશ આપ્યો હતો.

જોકે, જામા મસ્જિદમાં નમાઝ દરમિયાન મિશ્ર તસવીરો જોવા મળી હતી. કોરોના કટોકટીમાં કેટલાક નમાજી સામાજિક અંતર જાળવતા જોવા મળ્યા હતા, જયારે કેટલાક તેનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. મસ્જિદમાં આગળ બેઠેલા લોજો અંતર જાળવીને નમાઝ પઢી રહ્યા હતા. પરંતુ પાછળ બેઠેલા લોકો ખૂબ નજીક બેસીને નમાઝ અદા કરતા જોવા મળ્યા.

કેટલાક લોકોએ મસ્જિદની સીડી પર બેસીને નમાઝ અદા કરી હતી. નમાઝ પછી, લોકો ઉતાવળમાં એકબીજાની ખુબ નજીકથી બહાર જતા જોવા મળ્યા. ઘણા લોકો માસ્ક વિના મસ્જિદમાં ફરતા જોવા મળ્યા હતા. જોકે લોકોનું માનવું હતું કે કેટલાક લોકોએ કયાંક સામાજિક અંતરનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગના લોકો નિયમોનું પાલન કરે છે. મોડા પહોંચતા કેટલાક લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

(11:09 am IST)