Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

૩ મહિનામાં અમુક શેરના ભાવ ૬ ગણા વધ્યા

શેરબજારમાં સસ્તા શેર્સની ભારે ડિમાન્ડ

તિરૂવનંતપુરમ, તા., ૧: દલાલ સ્ટ્રીટ  પર સસ્તા ભાવવાળા શેરો પર રોકાણકારો અત્યાર ખુબ દાવ ખેલી રહયા છે. ર૩ માર્ચે સેન્સેકસ રપ૯૮૧ની સપાટી પર પહોંચ્યો  તે સમયે ૮૯૦ શેરો એવા હતા જેનો ભાવ ર૦ રૂપીયાથી ઓછો હતો ત્યાર પછીથી આ શેરોમાં સરેરાશ ૬૦ ટકાની તેજી આવી છે તેની સરખામણીમાં બેંચ માર્ક ૪૫ ટકા વધ્યો છે.

તેમાંથી ૮૬ ટકા અથવા ૭૬૭ શેરોએ ૨૩ માર્ચથી ૩૦ જુલાઇ વચ્ચે સકારાત્મક રિટર્ન આપ્યા છે. તો ૧૫૧ શેરોનું રીટર્ન બમણાથી વધારે ચાલી રહયું છે. બિરલા ટાયર્સ, મેકલોયડ રસેલ, રિલાયન્સ કોમ્યુનીકેશન્સ, બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ, આલોક ઇન્ડસ્ટ્રીઝ અને ઓટો સર્કીટસમાં પાંચ ગણો વધારો થયો છે.

આર્થિક ગતીવીધીઓ ઠપ્પ થવા છતાં આ શેરોમાં તેજીથી બજાર પણ આશ્ચર્યચકિત છે. વિશ્લેષકોનું કહેવું છે કે નવા રીટેલ રોકાણકારો બજારમાં આવવાથી સસ્તા શેરોની માંગ વધી છે. ઇકોનોમીકસના સંસ્થાપક જીચોકાલીંગમે  કહયું કે રીટેલ રોકાણકારો સામાનય રીતે એવું માને છે કે મોંઘા શેરોમાં વધારે તેજી નથી આવી શકતી. તેની સાથે જ પાવલી છાપ શેરોનું આધાર મુલ્ય રોકાણકારોને આકર્ષે છે.

ઘણા પ્રકારના પ્રતિબંધો છતા આવા શેરોમાં તેજી આશ્ચર્યચકિત કરનારી છે. ખરેખર તો આવા શેરોનાં સર્કીટના દાયરો ઘણો ઓછો હોય છે અને માર્જીન માટે ૧૦૦ ટકા પેમેન્ટ કરવાનું હોય છે. છેલ્લા ત્રણ સત્રોમાં બજારમાં નરમાશ હોવા છતાં પણ આમાંથી ઘણા શેર ઉપરની લીમીટે પહોંચી ગયા હતા.

(11:44 am IST)