Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જુલાઇમાં કોરોના જુલ્મી બન્યો :31 દિવસમાં 11,1 લાખથી વધુ કેસ પોઝીટીવ :19122 દર્દીના મોત

જુલાઈના છેલ્લા 15 દિવસમાં ૭.૩ લાખ નવા કેસ : જે પહેલા પખવાડિયા કરતા બમણા

નવી દિલ્હી : ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના કેસ નોંધાયા છે, જુલાઈ મહિનાના અંતિમ દિવસે ૫૭,૦૦૦ કરતા વધારે નવા કેસ નોંધાયા છે.દેશમાં જુલાઈ મહિનાનાના ૩૧ દિવસમાં ૧૧.૧ લાખ કોરોના પોઝિટિવ કેસ અને ૧૯,૧૨૨ લોકોના વાયરસના કારણે મોત થયા.છે 

  જુલાઈમાં ૨.૮ ગણા વઘારે કેસ નોંધાયા છે, આ પહેલા માત્ર ૪ લાખ કેસ હતા. આજ રીતે જુલાઈમાં ૧.૬ ગણા વધુ મોત નોંધાયા છે, જુનમાં ૧૧,૯૮૮ લોકોના કોરોના વાયરસના લીધે મોત થયા હતા. સતત કેસમાં ઉછાળો આવી રહ્યો છે, જેમાં જુલાઈના પાછલા પખવાડિયામાં ૭.૩ લાખ નવા કેસ નોંધાયા છે, જે પહેલા પખવાડિયા કરતા બમણા છે.

  જુલાઈના પાછલા પખવાડિયામાં ૧૧,૬૦૦ કરતા વધારે લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે, જે મહિનાના કુલ કેસના ૬૦% થાય છે. રાય સરકારોના આંકડા પ્રમાણે શુક્રવારે દેશમાં ૫૭,૧૫૧ નવા કેસ નોંધાયા છે, આ સાથે કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૧૬.૯૪,૯૧૮ થયો છે. શુક્રવારે વધુ ૭૬૬ લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો.

આંધ્રપ્રદેશમાં ૧૦,૩૭૬ નવા કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્ર્ર (૧૦,૩૨૦) કરતા વાધારે છે, પાછલા ત્રણ દિવસમાં આવું બીજી વખત બન્યું ચે. આ સાથે આંધ્રપ્રદેશમાં ૧૦,૦૦૦ કરતા વધારે કેસ પાછલા ત્રણ દિવસ નોંધાયા છે. રાયમાં કેસનો કુલ આંકડો ૧.૪ લાખ થયો છે જે દિલ્હી કરતા વધી ગયો છે. આમ મહારાષ્ટ્ર્ર (૪.૨ લાખ) અને તામિલનાડુ (૨.૫ લાખની નજીક) અને તે પછી ત્રીજા નંબરનું રાય બની ગયું છે.

(12:15 pm IST)