Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મહિલા હોકીમાં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો : દ. આફ્રિકાને હરાવનારી ઈન્ડિયાને ગ્રેટ બ્રિટને આયર્લેન્ડને હરાવતા પ્રથમ વખત ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યું

ટોક્યો, તા.૩૧ : ભારતીય મહિલા હોકી ટીમે કમાલ કરી દીધી. ઓલિમ્પિક ઈતિહાસમાં પહેલી વખત દેશની મહિલાઓ ક્વાર્ટર ફાઈનલમાં રમશે. શનિવારે ભારત સામે બે પડકાર હતા. પહેલા તો તેણે કરો યા મરોના મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવવાનું હતું અને પછી આશા રાખવાની હતી કે ગ્રેટ બ્રિટન આયર્લેન્ડને હરાવે.

કદાચ સવા સો કરોડ હિંદુસ્તાનીઓની પ્રાર્થના કામ આવી ગઈ. હવે ક્વાર્ટર ફાઈનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. ભારતે ગ્રિપ તબક્કામાં પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ અંતિમ બે મેચમાં વિજય મેળવ્યો જેનાથી પૂલ એમાં ચોતા સ્થાન પર આવી ગયું પરંતુ ગ્રુપ એની છેલ્લી પૂલ મેચમાં ગ્રેટ બ્રિટન આયર્લેન્ડને હરાવી દેત કે ડ્રો થાત તો આયર્ન્ડની ટીમ પાછળ રહી ગઈ હોત અને એવું બન્યું. મેચ -૦થી ગ્રેટ બ્રિટનના પક્ષમાં રહી.

સતત ચૌથી હાર સાથે આયર્લેન્ડની સફર અહીં પૂરી થઈ હતી. હવે દરેક પૂલમાંથી ટોચની ચાર ટીમો નોકઆઉટ તબક્કામાં રમશે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ મારિને કહ્યું કે દેખાવમાં નિરંતરતા જરૂરી છે. ટીમ જો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે તો ત્યાં હાલત એકદમ અલગ હશે. કાલ અમે ખુબજ સારૃં રમ્યા અને આજે સતત બીજી મેચ રમવાની હતી.

અમારા બેઝિક્સ બહુ યોગ્ય નહતાકે જેટલા કાલે હતા. અમે જીતવ માટે આવ્યા હતા. ક્વાર્ટર ફાઈનલથી નવી શરૂઆત થાય છે અને પૂલ મેચોનો દેખાવ બહુ માયને નથી રાખતો. અહીં અલગ રીતની રમત હોય છે. સારી વાત છે કે અમારા માટે અંતિમ બે મેચ નોકઆઉટ જેવી હતી.

(12:00 am IST)