Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

શિક્ષણના નામ પર આતંકવાદની ટ્રેનિંગ: પાકિસ્તાનનો વધુ એક કારસ્તાનનો પર્દાફાશ

શિક્ષણના નામ પર કાયદેસર વીઝા લઈ પાકિસ્તાન ગયા અને આતંકવાદી બની પરત ફર્યા

શ્રીનગર :પાકિસ્તાન ઘાટીમાં અશાંતિના સતત પ્રયાસો કરી રહ્યું છે. 2021માં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ અત્યાર સુધી 7 પાકિસ્તાની નાગરિકો સહિત કુલ 89 આતંકીઓને ઠાર કર્યા છે છતાં 200થી વધુ આતંકીઓ સક્રિય છે. આ બધા સેનાના રડાર પર છે.

કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કહ્યુ- આ 89 આતંકીઓમાંથી 7 વિદેશી આતંકીઓ (કે પાકિસ્તાની) હતા. આ સંખ્યા પાછલા વર્ષના મુકાબલે ઓછી છે, પરંતુ આ વખતે મોટી સંખ્યામાં તેના ટોપ કમાન્ડર માર્યા ગયા છે. આ દરમિયાન સેનાની 15મી કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ ડી.પી.

પાન્ડેયે જણાવ્યુ કે કેન્દ્ શાસિત પ્રદેશમાં આશરે 200થી 225 આતંકીઓ હાજર હશે. પરંતુ તેમણે કહ્યું કે, આ વર્ષે અત્યાર સુધી સરહદ પારથી કોઈ ઘુષણખોરી સફળ થઈ નથી.

 

લેફ્ટિનેન્ટજનરલ પાન્ડેયે જણાવ્યુ- ઘુષણખોરીના એક-બે પ્રયાસોની સૂચના હતી. અમે અભિયાન ચલાવ્યું છે, જેનું લક્ષ્‍ય આતંકવાદીઓની જાણકારી મેળવવા અને તેને ઠાર કરવાનો હતો, પરંતુ જમીની સ્તરથી મળેલી સૂચના અનુસાર ઘાટીમાં 15માં કોરના ઝોનમાં ઘુષણખોરીનો પ્રયાસ સફળ થયો નથી. ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં શોકબાબા સુલમાર-અરાગામ વિસ્તારમાં અભિયાન ચલાવી પાછલા સપ્તાહે ત્રણ આતંકીઓને માર્યા જવાના સંબંધમાં સેનાના અધિકારીએ જણાવ્યુ કે ત્રણ આતંકીઓમાંથી બે કાયદેસર વીઝા લઈને 2017-18 માં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

લેફ્ટિનેન્ટ જનરલ પાન્ડેયે કહ્યુ- આ ઘુષણખોરીને અહીંના યુવકોને પાકિસ્તાન લઈ જઈ ટ્રેનિંગ આપવા અને આતંકીના રૂપમાં પરત મોકલવાની રીત છે. ઓછામાં ઓછા 40 યુવક શિક્ષણના નામ પર કાયદેસર વીઝા લઈ પાકિસ્તાન ગયા છે, પરંતુ આ બધા આતંકવાદી બની પરત ફર્યા છે. દક્ષિણ કાશ્મીરમાં તૈનાત વિક્ટર ફોર્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ રાશિમ બાલીએ કહ્યુ કે ત્યાંથી પરત આવતા યુવકોનું યોગ્ય સ્વાગત કરવામાં આવશે, પરંતુ જે હથિયાર લઈ પરત આવી રહ્યાં છે તેને છોડવામાં આવશે નહીં. IG એ કહ્યું કે કાયદેસર વીઝા લઈને પંજાબમાં વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાન જનારા 40 યુવકોમાંથી 27 હથિયાર લઈને આવ્યા છે અને તે બધાને અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું- બાકી હજુ સરહદ પાર છે, તેમાંથી કેટલાક પોતાના પરિવારના સંપર્કમાં છે.

(12:16 am IST)