Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જમ્મુ કાશ્મીરમાં દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારને હવે સરકાર છોડશે નહિ : દેશદ્રોહી પ્રવૃતિ કરનારના સરકારી લાભો અટકાવવા ઘડાયો એકશન પ્લાન

પથ્થબાજો - નારા લગાવનારા અને દેશદ્રોહિ પ્રવૃત્તિ કરનારને સરકારી નોકરીથી હાથ ધોવા પડશે : પાસપોર્ટ પણ મળશે નહીં

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજોએ મોટી કિંમત ચૂકવવી પડશે. સરકારે આમની પર ગાળિયો કસવા માટે એક આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત દેશની વિરુદ્ધ નારેબાજી કરનારા અને પથ્થરબાજી કરનારાઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે. સાથે જ આવા લોકોના પાસપોર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. ટોચના સરકારી અધિકારીઓએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, CIDની ખાસ શાખાએ તમામ યુનિટ્સને આ અનુસંધાનમાં આદેશ જારી કરી દીધા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જે લોકોથી રાજ્યની કાયદા વ્યવસ્થાને જોખમ છે તેમની પર નજર રાખવામાં આવે.

કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સેના નિયમોમાં સંશોધન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક CID રિપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા એક સમાચારપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકો માટે એ જણાવવું જરૂરી હશે કે શું પરિવારનો કોઈ સભ્ય અથવા નજીકનો સંબંધી કોઈ રાજકીય પાર્ટી અથવા સંગઠન સાથે જોડાયેલો છે?

અથવા કોઈ રાજકીય ગતિવિધિમાં ભાગ લીધો છે? અથવા કોઈ વિદેશી મિશન અથવા સંગઠનની સાથે સંબંધ છે? અથવા જમાત-એ-ઇસ્લામી જેવી કોઈ નિર્ધારિત/પ્રતિબંધિત/પ્રતિબંધિત સંગઠનથી સંબંધ તો નથી? નવા સંશોધન પ્રમાણે સેવારત કર્મચારીઓને CIDથી ફરીવાર ખાતરી કરવાની જરૂરીયાતના મામલે અનેક જાણકારીઓ આપવી પડશે. આ અંતર્ગત નિયુક્તિની તારીખથી લઇને પોસ્ટિંગ અથવા પદોન્નતિનું વિવરણ આપવું પડશે.

આ ઉપરાંત કોઈના માતા-પિતા, પતિ અથવા પત્ની, બાળકો અને સાવકા પિતાની નોકરીનું વિવરણ આપવાનું રહેશે. 2020માં કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન અધિનિયમ, 2019ની કલમ 96 હેઠળ જારી જમ્મુ અને કાશ્મીર બીજો આદેશ, 2020ને મંજૂરી આપી હતી.

(3:04 pm IST)